લોકરક્ષક દળની પરીક્ષા ફરી એકવાર વિવાદમાં આવી છે. પહેલા પેપર લીક થયું હવે ભાવનગરના ૮ જેટલા ઉમેદવારોએ શારીરિક પરીક્ષામાં ખોટી રીતે નાપાસ કર્યાનો આરોપ લગાવ્યો છે. આ અંગે તોએ હાઇકોર્ટમાં અરજી કરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ન્ઇડ્ઢની લેખિત પરીક્ષા બાદ શારીરિક કસોટી વિવાદમાં આવી છે. થોડા સમય પહેલા જ લેવામાં આવેલી ન્ઇડ્ઢની શારીરિક પરીક્ષામાં ભાવનગરના ૮ જેટલા ઉમેદવારોએ હાઇકોર્ટમાં અરજી કરી કે તેમની સાથે અન્યાય થયો છે. થોડા સમય પહેલા લેવામાં આવેલી લોકરક્ષક દળની શારીરિક પરીક્ષામાં તેઓ લાયક હોવા છતા તેઓને નાપાસ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે લોકરક્ષક દળની પરીક્ષાએ રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવી હતી, સૌપ્રથમ પેપર લીક થયું અને લાખો વિદ્યાર્થીની મહેનત પર પાણી ફરી ગયું, જો કે સરકાર તાત્કાલિક નિર્ણય લઇને ફરી પરીક્ષા યોજવાનો નિર્ણય લીધો, પરંતુ હવે શારીરિક કસોટીમાં પણ ગેરરીતિના આરોપથી ભારે ચર્ચા જગાવી છે.