આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપુર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા અને મતદાન થાય તેના ભાગરૂપે ભાવનગર ખાતે આર્મીના જવાનોની ટુકડીઓ આવી રહી છે. જેમાં આજે ઘોઘાગેટ ચોક ખાતેથી એમ.જી.રોડ, બાર્ટન લાઈબ્રેરી સહિતના વિસ્તારોમાં જવાનોએ પગપાળા માર્ચ કરી હતી.