ઑસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન રિકી પૉન્ટિંગ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સનો કૉચ છે. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી પણ ટીમની સાથે સલાહકાર તરીકે જોડાયો છે. આને લઇને રિકી પૉન્ટિંગનાં વિચાર સ્પષ્ટ છે. તેણે કહ્યું કે તેને આને લઇને કોઇ ચિંતા નથી. પૉન્ટિંગે એક ઇન્ટરવ્યૂમાં કહ્યંર કે, “ગાંગુલી એક અનુભવી ખેલાડી છે અને તેના આવવાથી ઘણા ફાયદા થશે.” આઈપીએલ વિશે વાત કરતા તેણે કહ્યું કે, “આઈપીએલએ ઘણા બંધનોને તોડ્યા છે. હવે એક-બીજા દેશનાં ખેલાડીઓ પરસ્પર સારી રીતે મળે છે.” પૉન્ટિંગે કહ્યું કે તેણે ક્યારેય વિચાર્યું નહોતુ કે તે અને હરભજન ક્યારેય સારા દોસ્ત બની શકશે.
તેણે કહ્યું કે, “જ્યાં સુધી સૌરવ ગાંગુલીની વાત છે તો તેની સાથે કામ કરવામાં કોઇ મુશ્કેલી નથી. કદાચ ગાંગુલી અને સ્ટીવ વૉની વચ્ચે કંઇક સમસ્યાઓ હતી, પરંતુ તેની સાથે મારા સંબંધો હંમેશા સારા રહ્યા છે.” તેણે કહ્યું કે, “એકબીજા પ્રત્યે અમારા દિલમાં ઘણું સમ્માન છે. રમતમાંથી અલગ થયા બાદ અમે ઘણા મળીએ છીએ. અમે ક્રિકેટ સમિતિઓમાં પણ સાથે હોઇએ છીએ અને ઘણી વાતો કરીએ છીએ. તે ટીમ સાથે જોડાઇ રહ્યો છે.” ગાંગુલીની ભૂમિકા પર તેમણે કહ્યું કે, “મેચનાં દિવસે ગાંગુલીની ભૂમિકા વધારે નહીં હોય, પરંતુ ટીમ મીટિંગમાં તે હંમેશા અમારી સાથે હશે. આને લઇને હું મુક્ત વિચારોવાળો છું. તે એક મહાન કેપ્ટન અને ખેલાડી છે.” દુનિયાભરનાં ખેલાડીઓને નજીક લાવવામાં આઈપીએલની ભૂમિકા વિશે વાત કરતા પૉન્ટિંગે કહ્યું કે, “આ લીગે ઘણા દેશો વચ્ચેનાં બૈરિયર તોડ્યા છે.