રાજ્યમાં વિવિધ જગ્યાએ અકસ્માતની ચાર ઘટનાઓ બની છે જેમાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત સાત લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતોમાં એક અકસ્માત અમદાવાદમાં વૈષ્ણવદેવી સર્કલ પાસે, બીજો અકસ્માત છોટાઉદેપુરના નસવાડીમાં ત્રીજો અકસ્માત અરવલ્લી જિલ્લાના મોડાસામાં અને નડિયાદમાં બાઇક અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. તમામ ઘટનાઓમાં પોલીસે વધુ તપાસ હાથધરી છે. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે પસાર થતી કારના ચાલકને ઝોકું આવી જતાં કાર પલટી ખાઇ હતી. અને કાર પલટી ખાઇ સાઇડમાં આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાં ઘુસી ગઇ હતી. પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. બીજી ઘટનાની વાત કરીએ ત છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ઘેશવાડી ગામે અકસ્માત સર્જાયો હતો. સેન્ટરીંગનો સામાન અને શ્રમજીવીઓને લઇને જતો ટેમ્પો પલટી ગયો હતો. આ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. જ્યારે છ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. જેમને સાવરા માટે હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા છે. ત્રીજી ઘટના અરવલ્લીના મોડાસા પાસે બની છે. જેમાં બે બાઇક સામ સામે અથડાઇ હતી. સાલમપુર પાસે થયેલા અકસ્માતમાં એક એક બાઇક ચાલકનું મોત થયું છે. તો ધોરણ ૧૦ની પરીક્ષા આપવા જતો યુવક ઇજાગ્રસ્ત થયો છે. જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ચોથી ઘટના નડિયાદના ડાકોર રોડ ઉપર આવેલા વણસોલ ગામના પાટીયા પાસે બની હતી. જેમાં આઇસર ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.