દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળામાં હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. પક્ષી અભ્યારણ્ય તરીકે જાણીતું કડીનું થોળ તળાવ છેલ્લા બે માસથી ફ્લેમિંગો અને ગુલાબી પેણ જેવા વિદેશી પક્ષીઓથી ઉભરાઇ રહ્યુ છે.સાત કિ.મિ.ની ત્રિજ્યામાં ફેલાયેલુ આ તળાવ વર્ષોથી યાયાવર પક્ષીઓને આકર્ષતુ રહ્યુ છે.નવેમ્બર માસથી આ તળાવ ખાતે ઉમટી પડતા વિદેશી પક્ષીઓ છેક માર્ચના અંત સુધી અહી રોકાણ કરે છે. હાલમાં આ તળાવ પક્ષીઓના કિલ કિલાટથી ગૂંજી ઉઠતાં રોજના હજારો લોકો આ તળાની મુલાકાત લઇ રહ્યા છે.
ગુજરાતનું શિયાળાનું વાતાવરણ વર્ષોથી વિદેશી પક્ષીઓમાં પ્રિય રહ્યુ છે.આ કારણે ન્યુઝીલેન્ડ અને યુરોપના દેશોમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં પક્ષીઓ ગુજરાતમાં શિયાળો ગાળવા આવે છે.જો કે, યાયાવર કે વિદેશી પક્ષીઓને બેટ વાળા સ્થળો વધુ પસંદ હોવાથી આ પક્ષીઓમાં કડીનું થોળ તળાવ મહત્વનું આશ્રયસ્થાન બની રહ્યુ છે.સાત કિમીની ત્રિજ્યામાં ફેલાયેલા આ તળાવના દર વર્ષે નવેમ્બર માસની શરૂઆતથી જ વિદેશી પક્ષીઓ મહેમાન બનવાનું શરૂ થઇ જાય છે.અને આ પક્ષીઓ શિયાળાના ચાર માસ અહી જ ગાળે છે.અહી તે ઇંડા મૂકે છે.અને તેમના બચ્ચા મોટા થાય ત્યાં સુધી એટલે કે માર્ચના અંત સુધી આ પક્ષીઓ આ તળાવ ખાતે જ રોકાણ કરે છે.હાલમાં આ તળાવ ખાતે હજારોની સંખ્યામાં ગુલાબી પેણ અને ફ્લેમિંગો જેવા પક્ષીઓ આશ્રય લઇ રહ્યા છે.
સ્થાનિક લોકોના કહેવા મુજબ આ વર્ષે એક અંદાજ મુજબ ૭૦,૦૦૦ કરતાં વધારે વિદેશી પક્ષીઓ થોળ તળાવના મહેમાન બન્યા છે. આ તળાવ પક્ષીઓથી ઉભરાઇ રહ્યું છે અને આ મનોરમ્ય દ્રશ્યોએ લોકોમાં ખાસ્સુ આકર્ષણ જમાવ્યુ છે. વિદેશી પક્ષીઓને આપણા વાતાવરણમાં મુક્ત મને વિહરતા જોવા એક લ્હાવો છે.આ કારણે વિદેશી પક્ષીઓની સાથે-સાથે પક્ષીવિદોને પણ કડીનું થોળ તળાવ આકર્ષતુ રહ્યુ છે,પક્ષીઓના આગમનની સાથે-સાથે દર વર્ષે અહી મોટી સંખ્યામાં પક્ષીવિદો પણ ઉમટી પડે છે.જે પૈકી કેટલાક પક્ષીવિદ તો છેક કેરેલા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો માંથી અહી આવે છે. યાયાવર પક્ષીઓ આપણા મહેમાન બને તે ગુજરાત માટે ગૌરવની વાત છે.
Home Uncategorized થોળ તળાવ છલકાયું વિદેશી પક્ષીઓથી, મનોરમ્ય વાતાવરણ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું