ભાજપની ટિકિટ વહેંચણીઃકોણ મૂરજાશે કોણ મહાલશે?

843

લોકસભા ચૂંટણીનો બુગિયો સ સંભળાઈ રહ્યો છે.રાજકીય પક્ષોએ પોતપોતાની પીપૂડી બરાબર વાગે તે માટેની કવાયત શરૂ કરી છે. તેમાં સૌથી મહત્વની વાત ઉમેદવારોની પસંદગી  છે. તમામ રાજકીય પક્ષોને આ પ્રક્રિયા માથાના દુખાવા સમાન છે ભારતમાં  રાષ્ટ્રીયકક્ષાના પક્ષોની સંખ્યા  સાત નોંધાયેલા છે.  રાજ્યકક્ષાના પક્ષોની સંખ્યા ૫૩ ની આજુબાજુ છે  વણ નોંધાયેલા  નો આંકડો કે તાળો મેળવવો કઠીન છે.

વિશેષ કરીને લોકસભા ચૂંટણીની  વાત કરવામાં આવે તો તે ચૂંટણી લગભગ હવા ને રૂખ ઉપર ચાલતી હોય છે .કારણકે તેમનો વિસ્તાર ખૂબ મોટો હોય, તમામ વિસ્તારો મા મતદારોની સંખ્યા સાત લાખથી વધીને દસ લાખ આસપાસ હોય છે .તેમાં સાત જેટલા  વિધાનસભા મતવિસ્તારો સમાવિષ્ટ છે .તેથી લોકસભા વિસ્તારમાં વીજય મેળવવો મુશ્કેલ છે. સામાન્યજન સમૂહના લોકમત હવા આધારિત હોય છે પરંતુ એટલું ચોક્કસ છે કે જે તે વિસ્તારમાં જ્ઞાતિ, મતદારો નો સમૂહ વગેરેને ધ્યાનમાં લેવામાં આવે છે તેથી તેમાં થતી પસંદગીની પ્રક્રિયા જટિલ કહી શકાય તેવી ભાગ્યે જ હોય છે કારણકે તેમાં કોઈ વ્યક્તિનાગમા અણગમા ના આધારે પરિણામ બદલી શકાતું નથી અથવા કોઈનો બળવો કોઈને ડિસ્ટર્બ કરે તેવી સંભાવના પણ ખૂબ ધૂંધળી છે. માટે મહત્તમ રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવારો પસંદ કરવામાં સાવચેતી તો રાખે જ છે પરંતુ તેમના માટે આ પ્રક્રિયા કઠિન નથી. સામાન્ય રીતે એક એવું નાટક ભજવવામાં આવે છે.વર્ષોથી કે જ્યાં નિરીક્ષકો ની નિમણૂક કરીને કાર્યકર્તાઓ, આમ પ્રજાની સેન્સ લેવામાં આવે છે સેન્સનુમોવડીમંડળ જેને આપણે પક્ષિય સૂબાઓ તરીકે ઓળખી શકીએ. તેમની પાસે એટલું મહત્વ હોતું નથી જે તે ઉમેદવારને વીનીગ કેપેસિટી ની કામગીરી ,નિષ્ઠા ઉપરાંત તેનું બેકગ્રાઉન્ડ જોવામાં આવે છે, તે સીટ પોતાના પક્ષમાં આવે તે માટેના ચોગઠા ગોઠવાય છે .  સૌરાષ્ટ્ર, કચ્છ સહિતની આઠ બેઠક ની જો ચર્ચા કરવાની થાય ત્યારે એવું ગણિત માંડવામાં આવે કે કચ્છ ભાવનગર અને રાજકોટ ભાજપ માટે મોસ્ટ ફેવરિટ અને સ્ટ્રોંગ બેઠકો ગણવામાં આવે છે કારણ કે આ બેઠક માં પોતાના મતદારોના પ્રભાવ સહિત શહેરી વિસ્તારને જોડે છે ત્યાંથી ભાજપને પરાસ્ત કરવું કઠીન છે છેલ્લી ઘણી ટમૅથી  માર્જિનલ વોટસ્થી ભાજપ જીતતું આવ્યું છે. તેથી તે બેઠકોમાં ઉમેદવારોની પસંદગીમાં ખાસ વિશેષ કસરત કરવાની રહેતી નથી જોકે જ્યારે જે પક્ષની  કીર્તિ ધોળા એ વધારે હોય ત્યાં ગીર્દી વધારે જોવા મળે  ભાગલે ગાડે કોઈ બેસતું નથી.ત્યાં લગભગ શૂન્યાવકાશ જોવા મળે છે .પછી જાહેર લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભા.

કચ્છ લોકસભા સીટ એસ. સી અનામત છે તેથી આ બેઠક પર ભાજપના ઉમેદવાર સીટિંગ સભ્ય વિનોદ ચાવડાને બદલવા સહેલા છે કારણકે જ્યા રિઝર્વેશન છે ત્યાં લોકો પણ વ્યક્તિને નહિ પક્ષને મત આપતા હોય છે તેથી ત્યાં વ્યક્તિ મહત્વનો નથી ચાવડા ને બદલે અન્ય કોઈ નો પ્રયોગ પછી તે કોઈ મહિલાનો રૂપમાં પણ હોઈ શકે કેમ તેમ બનવાની સંભાવના દેખાય છે .રાજકોટ સીટ ક્યારેક કોઇ અપસેટ ને બાદ કરતા પાટીદાર સમુહના લોકો જીતતા આવ્યા છે તેનું શેહૂરી મતદાતા ભાજપની સાથે રહ્યો છે તેથી ત્યાં પણ મોહનલાલ લોંગ ને બદલે અન્ય કોઇ નવા ચહેરાને તક અપાઇ તો નવાઈ પામવા જેવું નહીં હોય પોરબંદરના વિઠ્ઠલભાઈ હવે ચૂંટણી લડી શકે તેવી ક્ષમતા ધરાવતા નથી તેથી તેમના પરિવારનું પ્રભુત્વ ધ્યાનમાં રાખીને  તેને અનુકૂળ હોય તેઓ અન્ય ઉમેદવાર ગોઠવવામાં આવે જુનાગઢ ના રાજેશ ચુડાસમા સામે કોઈ એટલી મોટી ફરિયાદો નથી કે તેમને કટ કરવાની કોઈ કારણો દેખાતા નથી ઉપરાંત કોળી મતદારો નું પ્રભુત્વ સૌરાષ્ટ્રમાં જળવાઇ રહે તે માટે પણ ચુડાસમા ની રી એન્ટ્રી  પોસિબલ દેખાય છે જોકે આજ સીટ માટે જવાહર ચાવડા પણ પોતાની તાકાતને ઉમેરીને નવા સમીકરણો સર્જવામાં ભાજપને મદદરૂપ બનશે .અમરેલી સીટની પૈકીની પાંચ વિધાનસભા સીટો કોંગ્રેસ પાસે છે તેથી આ શીટ  ભાજપને જીતવા માટે વિશેષ અઘરી દેખાઈ છે. ત્યાં નારણ કાછડિયા ને પડતા મૂકવાની સો ટકા શક્યતાઓ દેખાય છે પરંતુ ત્યાંની સ્થાનિક ગુડ બાજી ભાજપને એટલી ડિસ્ટર્બ કરે છે ફિલ્મ સુરેન્દ્રનગરમાં દેવજી ફતેપરા ના બદલે અન્ય કોઈ કોળી ચહેરાને ઉતારવામાં આવે જામનગરમાં હાર્દિક પછી સ્થિતિ બદલાઈ છે ની એન્ટ્રી કરાવીને ક્ષત્રિય હતો અને રવિન્દ્ર ની લોકપ્રિયતાને એન્કેશ કરવા માં આવે એમ પણ બને ભાવનગર કોળી મતદાન ગઢ છે તેથી ભારતીય આને બદલે અન્ય કોઈ કોળી નેતૃત્વને કપાય શકે છે જો અન્ય જગ્યાએથી મહિલાઓને રી-એન્ટ્રી પોસિબલ ન બને તો ભારતીય ષ્ઠૈઙ્ઘ બિસ્કીટ થશે

ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા ભાજપ કોયડો છે. ઠાકોર મતદારો પ્રભાવ આ સીટ રહ્યો છે.ક્ષત્રિય ને ઉતારી ભાજપ સીટ ’સેફ ’કરી શકે તેમ છે. બનાસકાંઠા બેઠક પરથી હરિભાઈ ચૌધરી એકાદ કેસને બાદ કરતા કોઈ ખાસ વિવાદમાં નથી તેથી તે રીપિટ થઇ શકે. પાટણ બેઠક અલ્પેશ ને કારણે થોડી સંભાળવી પડે તેવું છે. તેથી આ બેઠક પર કોઈ પાટીદાર ચહેરાને ઉતારીને નવો દાવ ખેલી શકાય. મહેસાણા બેઠક માટે જીવા પટેલને અજમાવી શકે. ગાંધીનગર અડવાણી વિદાય ઉમરના કારણે લગભગ નિશ્ચિત છે .ભાજપ માટે સલામત હોય પાર્ટી લાઇનનું કોઈપણ માણસ ત્યાં જીતી શકે તેમ છે. તેથી આ સીટ માટે ગમે તેને ત્યાંથી ઉતારવામાં આવે.પક્ષિય ધોરણે આ બેઠક ફાળવણી થશે. અમદાવાદ પૂર્વ અમદાવાદ પશ્રિ્‌ચમ પણ એટલી જ હોટ ફેવરિટ માનવામાં આવી રહી છે પરેશ રાવલ અને કિરીટ સોલંકી બંનેના પત્તા કપાઇ જવાની પૂરી સંભાવના છે આણંદ અને ખેડા બંને બેઠકો પૈકીની આણંદ બેઠક ભાજપ માટે ભરતસિંહ સોલંકીની ઉમેદવારીને  કારણે પડકારરૂપ છે ભરુચ બેઠક છોટુ વસાવા ના કારણે થોડી સંભાળવા જેવી ખરી ? તેથી ત્યાં મનસુખ વસાવાને તક મળવાની સંભાવનાઓ ઓછી છે. ભૂતકાળમાં તેણે અનેક વિવાદી નિવેદનોથી ભાજપને શરમમાં મૂકેલું તેથી તેને ઘર ભેગા કરવામાં આવશે તેવી સંભાવના છે .સુરત અને નવસારીમાં દર્શના જરદોશને બદલે કોઇ નવો જ ચહેરો આવી શકે. સી. આર. પાટિલ રિપિટ થાય એવું દેખાય છે માંડવી અને છોટાઉદેપુર આદિવાસી નવા ચહેરા ને ઉતારીને નવો ચીલો પકડવામાં આવશે વલસાડ બેઠક પણ એવી જ રીતે નવા ચહેરાને તક મળશે.

ભાજપને એરસ્રટાઈકથી વધુ  તક મળવા સંભાવના છે મોદીની લોકપ્રિયતા માં ફરી ચડાવ આવતો દેખાયો છે. તેથી દરેક ઉમેદવારોને પોતાની નાવ તરી જવાય તેમ લાગે છે. તેથી ત્યાં હુંસાતુસી અને ધક્કામુક્કી વધારે છે આગામી દિવસો હવે મહત્વના સાબિત થશે તેમ લાગે છે.

Previous articleકથીરમાંથી કુંદન….
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે