૩ વર્ષથી અપહરણના ગુનાનો ફરાર આરોપી સુરતથી ઝબ્બે

615

આજરોજ એસઓજી શાખાના પોલીસ ઈનસ્પેકટર એસ.એન. બારોટના માર્ગદર્શન અને સુચનાથી એસઓજી સ્ટાફના હરેશભાઈ એમ. ઉલવા, નિતીનભાઈ ખાટાણાને સંયુકત બાતમી હક્કિત મળેલ હતી કે, પાલિતાણા રૂરલ પો.સ્ટે.ના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી જગદીશભાઈ વાલજીભાઈ સરવૈયા હાલ સુરત કામરેજ ખાતે રહે છે. જે હક્કિત આધારે એસઓજી ટીમ સુરત ખાતે તપાસમાં ગયેલ અને આરોપી જગદીશભાઈ ઉર્ફે જગો વાલજીભાઈ સરવૈયા – કોળી (ઉ.વ.રપ) રહેવાસી મુળ ગામ હણોલ તા. પાલિતાણા હાલ-સુરત, કામરેજ બાપા સિતારામ સર્કલ સગુન પેલેસ એપાર્ટમેન્ટ બી-૧૦ર ભાડેથી સુરત વાળાને મોટા વરાછા, સુદામાં ચોક પાસેથી ઝડપી પાડી ભાવનગર એસઓજી ઓફિસે લાવી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે આપેલ છે.

Previous articleગઢડાના રાયપર ગામની સીમમાંથી ૧૭ પેટી ઈંગ્લીશ દારૂ ઝડપાયો
Next articleસિહોર ન.પાં.એ ખરીદેલ સાવરણામાં ભ્રષ્ટાચારની ગંધ