અરવલ્લીમાં ઝાડ સાથે બાઈક અથડાતા બે યુવકના મોત થયા હતા. જ્યારે એક યુવક ગંભીર થયો હતો.
મળતી માહિતી પ્રમાણે ભિલોડાના ભાણમેર ગામ નજીક રોડ પર બાઈકચાલક કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાયો હતો. જેથી બેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ગંભીર યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.