રાજસ્થાનના સીકરમાં ૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં ફફડાટ

532

રાજસ્થાનના સીકરમાં રવિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૦ માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા અનુભવાતા સમગ્ર વિસ્તારના લોકોમાં ચકચાર મચી ગઇ હતી અને લોકો પોત-પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. જો કે અત્યાર સુધી ભૂકંપને કારણે કોઇપણ જાન-હાનિ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.  ભૂકંપના આંચકા સવારે ૫ઃ૧૧ વાગ્યે અનુભવાયા હતા. સવારે મોટા ભાગના લોકો ગાઢ નિંદ્રામાં હતા. લોકોને જ્યારે ભૂકંપના આંચકા અનુભવાયા ત્યારે તેઓ પોત-પોતાના ઘરોમાંથી બહાર આવી ગયા હતા.ગભરાટને પગલે મોટા ભાગના લોકો ઘરની બહાર બેસી ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે અંદમાન નિકોબર ટાપુમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૭ માપવામાં આવી હતી.

Previous articleમોદીએ નામ પહેલા હવે ચોકીદાર ઉમેરતા ટોપના લીડરો મોદી માર્ગે
Next articleમસૂદ અઝહરનો મુદ્દો બહુ જલદી ઉકેલાઈ જશે : ચીન