આગામી વર્ષે રજૂ કરવામાં આવનાર અક્ષય કુમાર અને રોહિત શેટ્ટીની ફિલ્મ સુર્યવંશીને લઇને ભારે ચર્ચા જદોવા મળી રહી છે. ક્યારેક સ્ટાર કાસ્ટને લઇને તો ક્યારેક રજૂઆતની તારીખને લઇને ચર્ચા રહી છે. આગામી વર્ષે ઇદ પર ફિલ્મને રજૂ કરવાની હિલચાલ ચાલી રહી છે. હવે એવુ જાણવા મળ્યુ છે કે આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે જેક્લીન કામ કરી રહી છે. હાલમાં ફિલ્મની રજૂઆતના મુદ્દા પર સલમાન ખાન અને અક્ષય કુમારની વચ્ચે વાતચીત થઇ હોવાના હેવાલ આવ્યા હતા. સુર્યવંશી ફિલ્મમાં અક્ષય કુમાર પોલીસ અધિકારીની ભૂમિકા અદા કરનાર છે. ફિલ્મમાં અક્ષય કુમારની સાથે જેક્લીનને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મને લઇને તેનુ નામ નક્કી કરી લેવામાં આવ્યુ છે. પહેલા કેટરીના કેફને લેવાની વાત ચાલી રહી હતી. જો કે છેલ્લી ઘડીએ રોહિત શેટ્ટીએ જેક્લીનને લેવાનો નિર્ણય કર્યો હતો. એવા હેવાલ શરૂઆતમાં આવ્યા હતા કે પહેલા સોનમ કપુરને અક્ષય કુમારની સાથે લેવા માટે રોહિત વિચારી રહ્યા હતા. તમામ લોકો સારી રીતે જાણે છે કે અક્ષય કુમાર અને જેક્લીનની જોડી પહેલા બે ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે. જેમાં હાઉસફુલ અને બ્રધર્સ ફિલ્મનો સમાવેશ થાય છે. રોહિત શેટ્ટીની ક્રાઇમ આધારિત ફિલ્મ રહેલી છે. આ ફિલ્મ સિંઘમનો હિસ્સો છે. આ પહેલા સિમ્બા ફિલ્મ પણ લોકોને ખુબ પસંદ પડી હતી. અક્ષય કુમારની કેસરી ફિલ્મ હવે રજૂ થવાની તૈયારીમાં છે. આ પિલ્મ ૨૧મી માર્ચના દિવસે રજૂ કરાશે. જેક્લીન હાલમાં ડ્રાઇવ ફિલ્મમાં સુશાંત સાથે કામ કરી રહી છે. ફિલ્મની રજૂઆતની તારીખને લઇને વિરોધાભાસી અહેવાલ આવી રહ્યા છે. જેક્લીન બોલિવુડમાં ટોપ સ્ટાર અભિનેત્રી તરીકે રહી છે.