જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ સંચાલિત કુમાર એવમ કન્યા છાત્રાલય ખાતે બાળ સાહિત્યકાર મધુકાન્તભાઈ જોશીની નિશ્રામાં સંસ્થાના પટાંગણમાં આગવી ગામડાની રહેણી કરણીના સ્ટેજ પર દિક્ષાંત પર્વની ઉજવણી કરવામાં આવી. જે અન્વયે છાત્રાલયના કુમાર અને કન્યાઓ દ્વારા આગવી વેશભુષા સાથે ડાન્સ. માઈમ, નાટક અને ગરબાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો. બાળ સાહિત્યકાર મધુકાન્તભાઈ જોશીએ પોતાની બાળ શૈલીમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાનનું ભાથું પીરસ્યું હતું. અને જુદા જુદા પક્ષીઓના અવાજ સાથે સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં. વર્ષ દરમિયાનની છાત્રાલયની સંસદમાં નેતૃત્વ પુરૂ પાડનાર દરેક વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્રો આપી પુરસ્કૃત કર્યા હતાં. આ પર્વમાં કેમ્પસ ડાયરેકટર ગૌત્તમભાઈ જોષી, નિયામક ઠાકોરદાસ રામાનંદી, કેમ્પસ કો. ઓર્ડિનેટર અશોકભાઈ પ્રજાપતિ, નવલશંકર વ્યાસ, વિમલ અગ્રાવત, કૃષ્ણપ્રસાદ જાની, હાતિમભાઈ ભારમલ, અલારખ ફકીર, અમૃતભાઈ સોંદરવા, કલ્પેશભાઈ રાવ, નારણભાઈ ્ઢગલ, નિતીનભાઈ પંડયા, હસનખાન ઘોરી, ગંભીરસિંહ રાવ, કે.પી.શાળાના આચાર્ય જિજ્ઞાબેન શિયાળ, ટી.જી.સ્કુલના આચાર્ય ચાંદનીબેન કોટેચા, દક્ષાબેન શિયાળ, ઈન્દુબેન સાંખટ, દિપિકાબેન મહેતા જીજ્ઞાબેન રાઠોડની ઉપસ્થિતી રહી હતી. ગૃહભ્રાતા ભરતભાઈ વેગળ અને ગૃહ ભાગિતી જાનીકેબન પુરોહિત દ્વારા બાળકોને આ પર્વની તૈયાર કરાવવામાં ખુબ જ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન આગવી વેશભુષા સાથે ફાલ્ગુનીબેન વધાસિયા પાયલબેન મકવાણાએ કર્યુ હતું. તથા આભારવિધિ ગૌત્તમભાઈ જોશીએ કરી હતી.