કોંગ્રેસના સિનિયર નેતા શશિ થરૂરે કહ્યું છે કે, લોકસભા ચૂંટણી કોઇ એક ત્રાસદી ઘટના પર નહી પરંતુ ગરીબી અને બિમારી જેવા મુદ્દા પર લડવી જોઇએ. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપ સરકારે પુલવામા હુમલા બાદ ૨૦૧૯ની ચૂંટણીને ખાકી ચૂંટણીમાં તબદીલ કરવાનો પ્રયત્ન કરી રહી છે.
તેમણે કહ્યું કે, ૧૪ ફેબ્રુઆરીએ ૪૦ સીઆરપીએફ જવાનોના જીવ લેનારા પુલવામા હુમલાના સમય સુધી માહોલ કોંગ્રેસ તરફી હતો અને તે બાદ સરકાર લોકસભાની ચૂંટણી રાષ્ટ્રીય સુરક્ષા આધારિત ચૂંટણી બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
તેમણે કહ્યું કે, જે સમયે પુલવામા હુમલો થયો ત્યાં સુધીના અનુમાનો અનુસાર અમે ખુબ સારૂ કરી રહ્યાં હતા અને દરેક અંદાજો તથા માહોલ અમારી અનુકુળ હતો. થરૂર અનુસાર ભૂખ, ગરીબી અને બિમારીઓનો દૈનિક આતંકવાદ લોકોના દિલોમાં હુમલો કરે છે સરકારે તેની સામે લડવું જોઇએ, હુમ રાષ્ટ્રીય સુરક્ષાને ઓછુ નથી આંકતો પરંતુ કહી રહ્યો છું કે, ચૂંટણી કોઇ એક ક્ષણની ત્રાસદી ઘટના પર નહી પરંતુ સર્વકાલિક મુદ્દાઓ પર લડવી જોઇએ.