પંજાબ નેશનલ બેન્કની હજારો કરોડની લોન નહી ચુકવીને વિદેશ ભાગી જનાર હીરા વેપારી નીરવ મોદીના મામલામાં પોતાની જ સરકારના નાણા મંત્રાલય અને નાણામંત્રી અરુણ જેટલી પર સાંસદ સુબ્રમણ્મય સ્વામીએ સનસનીખેજ આરોપ લગાવ્યો છે.
સ્વામીએ કહ્યુ છે કે મોદી સરકાર અને તેમના કાર્યાલયે નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે બહુ મહેનત કરી છે પણ નાણા મંત્રાલયના કારણે વિલંબ થયો છે.ત્યાં સુધી કે નાણા મંત્રાલય દ્વારા નીરવ મોદી પાસે સોનાના બિસ્કિટ પણ લેવામાં આવ્યા છે.જો નાણા મંત્રાલય સચેત હોત તો નીરવ મોદી ભારત છોડીને જઈ જ ના શકત.આ માટે નાણા મંત્રાલયના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે નીરવ મોદી હાલમાં બ્રિટનમાં છે અને તે તેની સામે પ્રત્યાપર્ણ વોરન્ટ જારી થયુ હોવાથી તેની ટુંક સમયમાં ધરપકડ થવાના ભણકારા વાગી રહ્યા છે.