એક અનુભવી નેતા તેમની હાર જોઇ ભયભીત થઇ ગયા : પ્રશાંક કિશોર

708

લોકસભા ચૂંટણીનો શંખનાદ થઇ ગયો છે. આરોપ-પ્રત્યારોપનો દોર પણ ચાલી રહ્યાં છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ કે. ચંદ્રશેખર રાવને ઘેરતા ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર (પીકે)ને લઇને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે પીકેને બિહારી ડાકુની સંજ્ઞા આપી છે. ચંદ્રબાબુ નાયડુના આ નિવેદન બાદ રાજકારણ ગરમાવવાની સંભાવનાઓ છે. આંધ્ર પ્રદેશના ઓંગોલમાં એક જનસભાનું સંબોધન કરતા તેમણે કે. ચંદ્રશેખર રાવ પર ક્રિમિનલ પોલિટિક્સ કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ કહ્યું કે, તે કોંગ્રેસ અને ટીડીપીના ધારાસભ્યોને તેમની તરફેણમાં કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તે દરમિયાન તેમણે જેડીયુના ઉપાધ્યક્ષ અને વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરને લઇને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે એક બિહારી ડાકુ પ્રશાંત કિશોરે આંધ્ર પ્રદેશમાંથી લાખો મતદાતાઓને હટાવી દીધા છે. ચંદ્રબાબુ નાયડૂના નિવેદન પર પ્રશાંત કિશોરે ટિ્‌વટ કરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, એક અનુભવી નેતા તેમની હાર જોઇ ભયભીત થઇ ગયા છે. એટલા માટે તેમના આ આધારહીન આરોપથી આશ્ચર્યજનક નથીં હું. સાથે જ પીકેએ કહ્યું કે મારી સામે તમારી આ અપમાનજનક ભાષા તમારા પૂર્વાગ્રહ અને બિહારની સામે તમારી હતાશાને દર્શાવે છે. સારૂં હોત કે તમે આ વાત પર વધારે ધ્યાન આપતા કે આંધ્ર પ્રદેશની જનતા તમને વોટ આપે.

Previous articleસોનાના બિસ્કિટના બદલામાં નીરવ મોદીને જવા દેવાયોઃ સુબ્રમણ્મય સ્વામી
Next article‘ઇડાઇ’ વાવાઝોડામાં મદદ માટે પહોંચ્યા ભારતીય નૌકાદળના ૩ યુદ્ધ જહાજ