લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ જતાં તમામ પક્ષના લોકો તૈયારીઓમાં લાગી ગયા છે સાથે-સાથે તંત્ર વિભાગ અને પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં જણાય છે ત્યારે પોલીસ અને વિવિધ લશ્કરી ટુકડીઓ દ્વારા જિલ્લાઓમાં અને તાલુકામાં ફ્લેગ માર્ગ કરી વિસ્તારોનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે ઉમરાળામાં પણ આજે ઉમરા પોલીસ મથકના પી.એસ.આઇ હરદીપસિંહ પઢિયાર અને તેમની ટીમ દ્વારા સેનાની ટુકડીઓ સાથે ઉમરાળાના મેન બજાર વિસ્તાર થી લઈ દાતાર ચોકડી સુધી અને ત્યારબાદ ટીંબી ગામે અને ધોળા ની મેન બજાર થી રેલવે સ્ટેશન સુધી અને દડવા ગામે રાંદલ માતા ના મંદિર થી બહુચરાજી ચોક સુધી અને ત્યારબાદ ઉજળવાવ ગામ અને બોચડવા ગામ ત્યારબાદ ગંગા સતી ના પાનબાઈ ના સમઢીયાળા સુધી અને વિવિધ વિસ્તારોમાં બારીકાઈથી નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.