રિતિક રોશનની પાસે ક્રિશ ૪ સહિત અનેક ફિલ્મો

828

સુઝેન ખાન અને રિતિક રોશન વચ્ચે સંબંધો તુટી ગયા હોવા છતાં બાળકોને લઇને ખુબ ગંભીર રહે છે. બાળકોના કારણે બંને એકબીજાને મળતા રહે છે. હવે હાલમાં જ ફરી એકવાર સુઝેન અને રિતિક રોશન એક સાથે દેખાયા હતા. તેમની સાથે બંને બાળકો પણ રહ્યા હતા. આ ઉપરાંત સોનાલી બેન્દ્રે અને તેમના પતિ ગોલ્ડી બહલ પણ નજરે પડ્યા હતા. રવિવારના દિવસે આ લોકોએ સાથે સમય ગાળ્યો હતો. સુઝેન અને રિતિક ફરીવાર સમાધાન કરીને એક થવાના પ્રયાસ પણ કરી રહ્યા છે.

વાત રોમાંસ ફિલ્મની હોય કે ડાન્સ ફિલ્મની કે એક્શન ફિલ્મની હોય રિતિક રોશન એક એવા નામ તરીકે છે જે તમામ પ્રકારના રોલને જોરદાર રીતે અદા કરવા માટે જાણીતો રહ્યો છે. બોલિવુડના સૌથી મોટા સ્ટાર તરીકે છે. રિતિક રોશનને એક શાનદાર અભિનેતા તરીકે ઓખવામાં આવે છે. તેની પાસે સૌથી વધારે ફિલ્મો હજુ પણ રહેલી છે. ઐતિહાસિક પાત્રો પર આધારિત ફિલ્મોમાં પણ તે શાનદાર રોલ કરી ગયો છે. આ તમામ છતાં હવે રિતિક રોશન કેટલાક એવા રોલ કરવા માંગે છે જે અન્યો કરતા અલગ છે. તે પોતાની ફિલ્મના જોનરને બદલી નાંખવા માટે તૈયાર છે. તે ભરપુર એક્શન ફિલ્મ કરવા માટે ઇચ્છુક છે. રિતિક રોશને હાલમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે કલાકારો હમેંશા ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરતા રહે છે. બીજી બાજુ રિતિક રોશન હમેંશા અન્યો કરતા અલગ કરવામાં માને છે. રિતિક રોશન હમેંશા પ્રયાસ કરે છે કે જ્યારે પણ તે ફિલ્મમાં નજરે પડે ત્યારે વધુ મોટા કદ સાથે નજરે પડે. તેમાં તે સફળ પણ રહ્યો છે. તે પોતાની ડાન્સ અને રોમેન્ટિક કેટગરીની ફિલ્મોમાંથી બહાર નિકળી જવા માટે ઇચ્છુક છે. જો કે તે કૃષ-૪માં કામ કરવા જઇ રહ્યો છે. રિતિક હવે એક્શન ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરવાની ઇચ્છા ધરાવે છે. પોતાના સ્ટાઇલિશ અંદાજની પાછળ કોણ છે તે અંગે પુછવામાં આવતા કહ્યુ છે કે તે અલગ અંદાજમાં નજરે પડવા માટે તૈયાર છે.

રિતિક પોતાના સ્ટાઇલના કારણે ગ્રીક ગોડ લુક તરીકે ગણવામાં આવે છે. રિતિકની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો તેના નવા નવા અંદાજ પાછળ તેની બાળકોની ભૂમિકા રહે છે. તેનુ કહેવુ છે કે પિતા તે છે પરંતુ તેના સ્ટાઇલિંગની માહિતી બાળકો પાસેથી મળે છે. રિતિક રોશન માને છે કે જો આપનામાં આત્મવિશ્વાસ છે તો પોતાની રીતે સ્ટાઇલ બનાવી શકાય છે.

Previous articleમંદાના કરિમી હોટ ટોપલેસ ફોટાઓના લીધે ચર્ચામાં છે
Next articleઅજય દેવગણ ફરી સંજય દત્ત સાથે ચમકશે