ભાજપ ગુજરાતમાં ર૪ માર્ચથી ચૂંટણી અભિયાન શરૂ કરશે

509

ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડયાએ જણાવ્યુ હતુ કે, આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં તારીખ ૨૪ થી ૨૬ માર્ચ, ૨૦૧૯ દરમિયાન ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર ભાજપા દ્વારા ‘વિજય સંકલ્પ સંમેલન’નું આયોજન કરવામાં આવી રહ્યુ છે.

આ અંગે ભરત પંડયાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ન સમાન ‘ન્યુ ઇન્ડિયા’ના નિર્માણમાં ભાજપાની સાથે સાથે લોકભાગીદારીને પણ સાંકળી શકાય તેવા હેતુસર,‘મેરા દેશ બદલ રહા હૈ’ની લોકભાવના ઉજાગર કરવા આ વિજય સંકલ્પ સંમેલનમાં બૂથ લેવલના કાર્યકર્તાઓથી શરૂ કરીને તમામ શ્રેણીના હોદ્દેદારો, મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ તથા સમર્થકો આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી બનાવવાં ૨૬ લોકસભામાં ભાજપને વિજયી બનાવવાં ગુજરાતની જનતા અડીખમ ઊભી રહેશે તેવો વિશ્વાસ છે.

આ વિજય સંકલ્પ સંમેલનમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તારીખ ૨૪ માર્ચ, ૨૦૧૯ના રોજ મહેસાણા ખાતે, તારીખ ૨૬ માર્ચ, ૨૦૧૯ના રોજ સાબરકાંઠા લોકસભા બેઠકો પર, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી તારીખ ૨૪ માર્ચના રોજ સુરેન્દ્રનગર, વડોદરા અને પોરબંદર લોકસભા બેઠકો પર, જ્યારે કેન્દ્રીય મંત્રી સુરેશજી પ્રભુ રાજકોટ ખાતે, કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઇ રૂપાલા સુરત, બનાસકાંઠા અને રાજકોટ લોકસભા બેઠકો પર તથા કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા જુનાગઢ અને ભરૂચ લોકસભા બેઠકો પર અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તારીખ ૨૪ માર્ચના રોજ મહેસાણા, ૨૫ માર્ચના રોજ પાટણ અને ૨૬ માર્ચના રોજ જામનગર લોકસભા બેઠકો પરના વિજય સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ ઉપરાંત મંત્રીઓ અને પ્રદેશના હોદ્દેદારો જે તે લોકસભામાં વિજય સંકલ્પ સંમેલનોમાં ઉપસ્થિત રહેશે.

Previous articleગિફ્‌ટ સિટી નજીક બાઈક સ્લીપ થતાં પીડીપીયુની વિદ્યાર્થિનીનું મોત
Next articleરાજભવન ખાતે રાજયપાલની ઉપસ્થિતિમાં કિર્તન દરબારનું આયોજન કરાયુ