રાજભવન ખાતે રાજયપાલની ઉપસ્થિતિમાં કિર્તન દરબારનું આયોજન કરાયુ

497

શ્રી જગદગુરુ બાબા શ્રી ગુરુ નાનકદેવજી મહારાજના પપ૦ માં પ્રકાશપર્વની ઉજવણી નિમિત્તે આજે રાજભવન ખાતે ગુજરાત રાજયપાલ ઓ. પી. કોહલીની ઉપસ્થીતિમાં કિર્તન દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ અને લેડી ગવર્નર અવિનાશ કોહલી ઉપસ્થિત રહ્યાં હતા.

રાષ્ટ્રીય શીખ સંગત, નવી દિલ્હી આયોજિત કિર્તન દરબારમાં રાજયપાલ ઓ.પી. કોહલીએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, જગદગુરુ બાબા શ્રી ગુરુ નાનકદેવજી મહારાજના પપ૦ માં પ્રકાશ પર્વની ઉજવણી રાજભવનમાં કરવામાં આવી એ ગૌરવની વાત છે. તેમણે શ્રી ગુરુ નાનકદેવજી મહારાજે પ્રબોધેલા ઉપદેશોને જીવનમાં આત્મ્સાત કરવા સૌને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શ્રી ગુરુ નાનકદેવજી મહારાજે સમગ્ર માનવજાતને પ્રેમ, કરૂણા, પરસ્પર સદભાવનો સંદેશ આપ્યો હતો જે આના સમયમાં પણ એટલો જ પ્રસ્તુત છે.

રાજપાલે પવિત્ર શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીને શિર્ષ નમન કરી કૃપા પ્રાપ્ત કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય શીખ સંગત, નવી દિલ્હીના પદાધિકારીએ રાજયપાલ ઓ. પી. કોહલી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને લેડી ગવર્નર અવિનાશ કોહલીનું સન્માન કરી સ્મૃતિચીહ્ન અર્પણ કર્યું હતું.

રાજયપાલે સંગત સંસાર નામક પત્રિકાની સ્મર્ણિકાનું પણ વિમોચન કર્યું હતું. કિર્તન દરબાર આયોજન સમિતિના અધ્યક્ષ બલજીત સિંહ સંધુ સહિત શીખ સમાજના અગ્રણીઓ અને તેમના પરિવારજનો તથા અન્ય ગણમાન્ય મહાનુભાવો કિર્તન દરબારમાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleભાજપ ગુજરાતમાં ર૪ માર્ચથી ચૂંટણી અભિયાન શરૂ કરશે
Next articleમાયાવતીની લોકસભા ચૂંટણી ન લડવાની ઘોષણા : ભારે સસ્પેન્સ