સિહોરમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહની થયેલી પુર્ણાહુતિ

839

સ્વ.હસમુખભાઈ ડાયાલાલ પંડયા ની પ્રથમ પુણ્યતિથિ નિમિતે સમસ્ત પિતૃ મોક્ષર્થે પંડયા પરિવાર આંગણે નરેશભાઈ જોશી (મોટાસુરકા) ના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ જેમાં ગાજતે વાજતે પોથીયાત્રા કાઢવામાં આવી હતી  નરેશભાઇ શાસ્ત્રી ના મધુર કંઠે કથાનું રસપાન કરવા પ્રથમ દિવસથી જ ધર્મપ્રેમી જનતા તથા આમંત્રિત મહેમાનો થી કથા ડોમ મંડપ ભરાઈ ગયો હતો  ત્યારે કથામાં વિવિધ પ્રસંગો પાત્રો કાલ્પનિક નહિ પરંતુ કથાના વર્ણન મુજબ આબેહૂબ દરેક પાત્રો વિવિધ પોશાકો, શણગાર ,ઘડીભર ભગવાન ખુદ કથા મંડપ માં આવી પહોંચ્યા હોય તેવા અભિનય કરવામાં આવેલ હતા  જે કથામાં આવતા ગોવર્ધન પૂજા,ગોવર્ધન પૂજા, કૃષ્ણલીલા સહિત દરેક પ્રસંગ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવેલ ત્યારે રૂક્ષ્મણી વિવાહ અતિ ભવ્ય રીતે ઉજવવામાં આવેલ તેમા અજયભાઈ શુકલ ના ઘરેથી ઠાકોરજી ની જાન જોડવામાં આવી હતી જેમાં આબેહૂબ કૃષ્ણ ની કલાકૃતિ સ્વરૂપ બનાવેલ જેના દર્શન માટે પણ લાઈનો લાગી હતી ભવ્ય આતશબાજી તથા ગુલાલના છોળો સાથે ઠાકોરજી ની જાન કથા મંડપમાં પહોંચ્યાં બાદ ભવ્ય ધામધૂમ પૂર્વક રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવવામાં આવેલ તેમજ કૃષ્ણ સુદામા પાત્ર પણ મનમોહક હતું ભરચક મેદની વચ્ચે કથાના સાતમા દિવસે કથા વિરામ બાદ પોથીયાત્રા કાઢવામાં આવેલ ત્યારે ભાવવિભોર થયેલા ભક્તજનો પોથીયાત્રા માં જોડાયા હતા.

Previous articleકદમગીરીના પહાડ પર કમળા હોળી
Next articleનાવડા ગામે ટીબી જાગૃતિ કાર્યક્રમ