ગારીયાધાર તાલુકો અછતગ્રસ્ત વિસ્તાર તરીકે રાજ્ય સરકારએ જાહેર કરેલ છે. આ વિસ્તારમાં પાણી અને ઘાસચારાની તીવ્ર અછત પ્રવર્તી રહી છે. ફાગણ મહિનાની શરૂઆત થતા પાણી અને ઘાસચારાની ખૂબ અછત પ્રવતૅ છે .પશુઓ ભૂખમરા શિકાર છે. આ અંગેની રજૂઆત કરવા છતાં તાલુકામાં સરકાર દ્વારા ધાસચારો ફાળવવામાં આવેલ નથી.
આજે મામલતદાર મારફત કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું. દિવસ આઠમાં ઘાસચારો મળી રહે એવી વ્યવસ્થા કરવા અને આ અંગેની જાણ અછત રાહત કમિશનરને કરી ઘટતું કરવા તાકીદે કરવા જણાવ્યું હતું. અન્યથા પશુઓ ભુખમરાનો શિકાર બનશે એટલું જ નહીં દુધાળા પશુઓ કે જેનાથી અમને રોજીરોટી મળી રહી છે એ પણ છીનવાઈ જવાનો ભય છે
સમય મર્યાદામાં ઘાસચારો ઉપલબ્ધ થાય અને પશુઓને પૂરતું પાણી મળી રહે તે માટે નર્મદા યોજનાથી મળતા પાણીનું મોનિટરિંગ કરવામાં આવે તેવી માંગ કરવામા આવી.
આવેદનપત્ર આપવામાં નાજભાઈ સાંડસુર ,ગોવિંદભાઈ કાત્રોડીયા, રમેશભાઈ વાઘાણી, મનુભાઈ દવે,તખુભાઈ સાંડસુર, રમુભાઈ, દિલીપભાઈ પોકળ વગેરે સામેલ હતા.