અમેરિકાનો બેઝબોલ ખેલાડી માઇક ટ્રાઉટે રમતની દુનિયાનો સૌથી મોટો કોન્ટ્રાક્ટ કર્યો છે.
૨૭ વર્ષના માઇકે અમેરિકન બેઝબોલની ટીમ એલએ એન્જલ્સની સાથે ૪૩૦ મિલિયન ડોલર (૨૯૬૦ કરોડ રૂપિયા)નો કરાર કર્યો છે. માઇકનો આ કોન્ટ્રાક્ટ ૧૨ વર્ષ માટે છે. રિપોર્ટ પ્રમાણે, આ કોન્ટ્રાક્ટ પછી માઇકને દર વર્ષે ૨૭૪ કરોડ રૂપિયા અને દર અઠવાડિયે એવરેજ ૪.૭ કરોડ રૂપિયા મળશે. માઇકે મેક્સિકોના બોક્સર કેનેલો અલ્વારેઝના રેકોર્ડને પાછળ છોડ્યો.
ખેલાડીઓની દર વર્ષે કમાણીની વાત કરીએ તો અમેરિકાનો બોક્સર ફ્લાયડ મેવેદર નંબર-૧ પર છે. ૨૦૧૮ના ફોર્બ્સ લિસ્ટ પ્રમાણે તેમની વાર્ષિક એવરેજ કમાણી ૧૯૬૨ કરોડ રૂપિયા છે. આર્જેન્ટિનાનો ફૂટબોલર મેસ્સી (૭૬૫ કરોડ) બીજા અને પોર્ટુગલનો રોનાલ્ડો (૭૪૩ કરોડ) ત્રીજા ક્રમે છે.