કલર્સ ગુજરાતીનો ૭ એવોડ્‌ર્સ સાથે ટ્રાંસમિડિયા અવોર્ડમાં દબદબો !

769

અઢારમાં ટ્રાંસમિડિયા ગુજરાતી સ્ક્રીન અને સ્ટેજ અવોર્ડ ૨૦૧૮માં કલર્સ ગુજરાતી વિવિધ કેટેગરીમાં સંખ્યાબંધ એવોર્ડસ જીતવામાં સફળ રહ્યું હતું. કલર્સ ગુજરાતીની લોકપ્રીય સિરિયલ લક્ષ્મી સદૈવ મંગલમ્‌ ને બેસ્ટ સિરિયલનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કેમી વાઘેલાને (દીકરી વ્હાલનો દરિયો) માટે , ઉપરાંત શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ સની પંચોલીને માટે અને બેસ્ટ સ્ટોરી રાઈટરનો એવોર્ડ ઈકબાલ મુન્શીને (લક્ષ્મી સદૈવ મંગલમ) માટે એનાયત કરવામાં આવ્યો હતો. કલર્સ ગુજરાતી પર જાન્યુઆરી ૨૦૧૮માં શરુ કરાયેલો શો “લક્ષ્મી સદૈવ મંગલમ” મુંબઈ ખાતે યોજાયેલા ભવ્ય અવોર્ડ સમારોહમાં આ એવોર્ડસ જીતી ગયો હતો.

આ પ્રસંગે બોલતા કલર્સ ગુજરાતીના પ્રોગ્રામીંગ હેડ, દર્શીલ ભટ્ટે જણાવ્યું હતું કે, “ટ્રાંસમિડિયા સ્ક્રીન એન્ડ સ્ટેજ અવોર્ડ ૨૦૧૮ ખાતે બેસ્ટ સિરિયલ અને અન્ય તમામ અવોર્ડસ મેળવવા બદલ અમે ખુબજ ગર્વની લાગણી અનુભવી રહ્યાછીએ. આ એવોર્ડસ સમગ્ર ટીમ દ્વારા કરાયેલી મહેનતનુંફળ છે. આ સફળતા અમારા માટે નવી મંજીલની રાહબર બની રહેશે.”

“લક્ષ્મી સદૈવ મંગલમ્‌” એ નાના ગામમાં જન્મેલી એક એવી છોકરીની કહાની છે, જેના લગ્ન અન્ય એક છોકરી શ્રૃતિના પ્રેમમાં હોય તેવા શોધન સાથે થાય છે. સઈ બર્વેને લક્ષ્મીના રોલની મુખ્ય ભૂમિકામાં દર્શાવતી આ સિરિયલ માં લક્ષ્મીનો પોતાના જીવનની દરેક પરિસ્થિતીઓ સામેસંધર્ષ દર્શાવવામાં આવ્યો છે. આ રસપ્રદ કથાવાર્તા ઘરાવતી સિરિયલ કલર્સ ગુજરાતી પર દર સોમવાર થી શનિવાર સાંજે ૭ઃ૩૦ વાગ્યે પ્રસારિત થાય છે. કલર્સ ગુજરાતી પર પ્રસારિત થતી અન્ય સિરિયલ્સમાં “દીકરી વ્હાલનો દરિયો”ના ૩૦૦ થી વધુ અને “સાવજ”ના તાજેતરમાં ૭૦૦થી વધુ એપિસોડ પૂર્ણ થયા છે.

Previous articleસેંસેક્સ ૨૨૨ પોઇન્ટ ઘટી ૩૮,૧૬૫ની સપાટી ઉપર
Next article’કોંગ્રેસ હોય કે ભાજપ, કોળી નહીં તો કોઇ નહીં’ઃ બેનરોમાં રોષ ભભૂક્યો