’કોંગ્રેસ હોય કે ભાજપ, કોળી નહીં તો કોઇ નહીં’ઃ બેનરોમાં રોષ ભભૂક્યો

873

લોકસભા ચૂંટણી ૨૦૧૯ની તારીખો જાહેર થઇ ગઇ છે ત્યારે દરેક પક્ષો કેન્દ્રમાં સત્તામાં આવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે અલગ અલગ પ્રકારે રાજનીતિના અંકૂર ફૂટ્યા છે. ત્યારે ભાજપે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. જેના પગલે પોતાના માનીતા નેતાઓના નામ ન આવતા અલગ અલગ સમાજોમાં રોષ ફેલાયો છે. સાથે જ બેનરોની રાજનીતિ થવા લાગી છે.

ઉત્તર ગુજરાતમાં મહેસાણાનાં હાર્દિક પટેલ વિરુદ્ધ બેનરો લગાવવામાં આવ્યા છે. ત્યારે નવસારીમાં પણ પોતાના સમાજના ઉમેદવારોને ટિકિટ ન મળતા કોળી સમાજે રોષે ભરાઇને બેનરો લગાવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે નવસારી લોકસભા વિસ્તારમાં કોળી સમાજ દ્વારા પોતાના ઉમેદાવારનું નામ ન આવતા રોષ ફેલાયો હતો.  અને રસ્તા ઉપર ભાજપ કે કોંગ્રેસ કોળી સમાજ નહીં તો કોઇ નહીં એવા બેનલો લગાવી રોષ વ્યક્ત કર્યો હતો. બેનરમાં જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ હોય કે ભાજપ નવસારી લોકસભામાં કોળી ઉમેદવાર ને જ ટિકિટ, કોળી ઉમેદવાર જ ચાલશે

કોળી નહીં તો કોઇ નહીં અને મત માત્ર કોળીને એવા સ્લોગનો લખવામાં આવ્યા છે. આ ઉપરાંત બેનરના છેલ્લે લખ્યું છે કે, કોળી સમાજ માંગે.. હવે તો માત્ર કોળી જ સાંસદ.ૃ

Previous articleકલર્સ ગુજરાતીનો ૭ એવોડ્‌ર્સ સાથે ટ્રાંસમિડિયા અવોર્ડમાં દબદબો !
Next articleસેલ લગાવવા જતાં ટ્રકની કેબિન ભડકે બળી, ડ્રાઇવર-કન્ડક્ટર ગંભીર રીતે દાઝ્યા