જાફરાબાદ શહેરમાં આવેલ આદિત્ય બીરલા પબ્લીક સ્કુલમાં તાજેતમરાં વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્યથી કરવામાં આવી શાળાનાં આચાર્ય કિરણબેન પટેલે મુખ્ય મહેમાનનું સ્વાગત કરતા શાળાની વાર્ષિક વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી આ અંતર્ગત કાર્યક્રમોમાં નર્સરી કલાસથી માંડીને ધો.૧૦ સુધીનાં કુલ ૪૨૩ વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓમાં ભાગ લીધેલ વાર્ષિક ઉત્સવનો મુખ્ય વિષય ‘મુડ’રાખવામાં આવેલ હતો મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલ એકરે શાળાનનો વિકાસ ઉત્તરોત્તર વધી રહ્યો છે તે જાણી ખુશી વ્યક્ત કરી અને સાથે ભવિષ્યમાં આ શાળા આવી જ પ્રગતિ કરે તેવી આશા સાથે બાળકોને શુભાષિશ પણ પાઠવવ્યા હતા જેમા શાળાનાં શિક્ષક ગણની સાથો સાથ બાળકો વાલિઓ અને શહેરના લોકોની મોટી સંખ્યામાં હાજર રહી આ ઉત્સવને વધુ શુશોભિત કરેલ.