લોકસભા ચૂંટણી માટે બહુજન સમાજ પાર્ટી (બસપા)એ પોતાના ૧૧ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પક્ષે સહારનપુર બેઠક પરથી ફજર્લુરહમાન, બિજનૌરથી મલૂક નાગર, નગીનાથી ગિરીશ ચંદ્ર, અમરોહાથી કુંવર દાનિશ અલી, મેરઠથી હાઝી મોહમ્મદ યાકૂબ, ગૌતમબુદ્ધ નગરથી સતબીર નાગર, બુલંદશહેરથી યોગેશ વર્મા, અલીગઢથી અજીત બાલિયાન, આગ્રાથી મનોજ કુમાર સોની, ફતેહપુર સીકરીથી રાજવીર સિંહ અને આંવલાથી રૂચિ વીરાને ચૂંટણીમાં ઉતાર્યા છે.
ઉત્તર પ્રદેશમાં માયાવતીની બીએસપી અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી(એસપી) સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે.
આ સિવાય અજીત સિંહ આરએલડી પણ આ ગઠબંધનનો ભાગ છે. બીએસપી ૩૮, એસપી ૩૭ અને આરએલડી ત્રણ બેઠક પરથી ચૂંટણી લડશે. અગાઉ ભાજપે ગુરુવારે પોતાના ૧૮૪ ઉમેકવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં ઉત્તર પ્રદેશના ૨૮ ઉમેદવારોના નામ સામેલ છે, ભાજપે પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશના વર્તમાન છ સાંસદને ટિકિટ આપી નથી, જેમાં કેન્દ્રિય મંત્રી કૃષ્ણા રાજ અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન રામ શંકર કઠોરિયા સામેલ છે.