કાશ્મીરમાં સુરક્ષાદળો આતંકવાદીઓ પર કાળ બનીને ત્રાટક્યા છે.છેલ્લા ૨૪ કલાકમાં સુરક્ષાદળોએ અલગ અલગ સ્થળોએ એન્કાઉન્ટરમાં ૬ આતંકવાદીઓને યમસદન મોકલી દીધા છે. જોકે આ એન્કાઉન્ટરમાં ૧૨ વર્ષના એક બાળકનુ પણ મોત થયુ છે.કહેવાય છે કે આતંકીઓએ તેને બંધક બનાવ્યો હતો.સુરક્ષાદળો અને પોલીસે બાંદીપોર, શોપિયા એમ વિવિધ વિસ્તારમાં ૨૪ કલાકમાં આતંકવાદીઓ સામે ઓપરેશન હાથ ધર્યુ હતુ.મરનારા આતંકવાદીઓમાં એક લશ્કર એ તૈયબાનો કમાન્ડર પણ છે.
આતંકવાદીઓના કબ્જામાંથી એક નાગરિકને છોડાવી લેવાયો હતો પણ બંધક બનાવાયેલા ૧૨ વર્ષના બાળકનુ મોત થયુ હતુ. એન્કાઉન્ટર દરમિયાન ત્રણ સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા છે.
અલી ભાઈ પાકિસ્તાની હોવાનું જાણવા મળ્યું છે. શ્રીનગર સ્થિત રક્ષા પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યુ હતુ કે, બારામુલાના કલંતરા વિસ્તારમાં નમબલનાર અભિયાનમાં ૨ આતંકીઓ ઠાર મરાયા છે. કર્નલ કાલિયાએ જણાવ્યુ હતુ કે, અભિયાનમાં ૧ અધિકારી અને ૨ જવાન ઘાયલ થયા છે.
ઘાયલ જવાનોને અહીં બાદામીબાગ છાવણી સ્થિત સેનાની ૯૨ બેઝ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સુરક્ષાદળોએ આતંકવાદીઓની હાજરીની સૂચનાના આધારે દિવસ દરમિયાન વિસ્તારની ઘેરાબંદી કરી હતી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યુ હતુ કે, આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીઓ ચલાવી, જેની જવાબી કાર્યવાહી કરવામાં આવી અને મુઠભેડ શરૂ થઈ ગઈ હતી.