સૌરાષ્ટ્ર-ગુજરાતની દેહાણ જગ્યા અને પ્રતિવર્ષ માધપૂર્ણિમાના દિવસે પૂ. મોરારિબાપુ દ્વારા સેજલ (તા.સાવરકુંડલા)ગામ કાતે પૂજ્ય ધ્યાનબાપાની ચેતન સમાધી સ્થાન કાતે અર્પણ થતો ‘ધ્યાન સ્વામીબાપા એવોર્ડ’આગામી તા.૩૧ જાન્યુઆરી, ૨૦૧૮ને બુધવારે સવારે ૧૦ કલાકે સંત ભાણસાહેબની જગ્યા (ભાણ તીર્થ)મુ.કમીજલા, તા.વિરમગામ, જિ.અમદાવાદને અર્પણ થશે. આ જગ્યાના મહંત જાનકીદાસજી ગુરૂ દ્વારકાદાસજી મહારાજ આ એવોર્ડ સ્વીકારશે.દેહાણ જગ્યાના મહંતો, વિદ્વાનો અને ભક્તજનોની ઉપસ્થિતિ જગ્યાના (ટ્રસ્ટ)પ્રતિનિધિને તિલક, સુત્રમાલા, શાલ, સ્મૃતિચિહ્ન (એવોર્ડ)તેમજ રૂા.સવા લાખની એવોર્ડ રાશિ અર્પણ કરીને જગ્યાની વંદના થશે.
ઐતિહાસિકતાના ક્રમમાં પ્રતિવર્ષ દેહાણ જગ્યાની વંદનનો ઉપક્રમ સેંજળધામ ખાતે યોજાઈ છે. સને ૨૦૧૧ સાલથી પ્રારંભાયેલા ધ્યાનસ્વામીબાપા એવોર્ડથી અત્યાર સુધીમાં પીપાભગતની જગ્યા પીપાવાવ, એવોર્ડથી અત્યાર સુધીમાં પીપાભગતની જગ્યા પીપાવાવ, રૈદાસજીની જગ્યા કુંડ સરસઈ, વિસાવદર, તથા દેવતણખીદાદા-લિરમાની જગ્યા મજેવડી, રૂગનાથ સ્વામીની જગ્યા વડવાળા દેવની જગ્યા દુધરેજ, લોહલંગરી મહારાજની જગ્યા ગાંડોલ, મહાત્મા મુળદાસજીની જગ્યા સમાધી સ્થાન, અમરેલી તેમજ ગત વર્ષે મેકણદાદા મુળદાસજીની જગ્યા ધ્રંગ, તા.ભુજ (કચ્છ)ની વંદના કરવામાં આવી હતી.
આ વર્ષના અને આઠમા એવોર્ડની અર્પણવિધિ તા.૩૧ને બુધવારે સેંજળધામમાં સવારે ૧૦ થી ૧૨માં થશે ઉપરાંત આ દિવસે સેંજળધામ ખાતે જગ્યાનો પાટોત્સવ પણ યોજાશે.