સિહોર પોલીસ મથકના ઇન્ચા પી.આઈ પી.આર.સોલંકી ની તથા પત્રકાર એસોસીએશન ના પ્રમુખ પ્રતાપસિંહ રાઠોડ ની આગેવાની માં પોલિસ-મીડિયા ની ગુલાલ ની હોળી ખેલાય હતી
પૂર્વ પીએસઆઇ શક્તિસિંહ ઝાલા ની હાજરીમાં સળંગ ત્રણ વર્ષથી પોલીસ સ્ટાફ અને મીડિયા ના મિત્રો હળીમળીને ધુળેટી પર્વની ઉજવણી પોલીસ મથકે કરવામાં આવતી હતી ત્યારે આજરોજ પોલીસ સ્ટેશન ના અધિકારી તથા સ્ટાફ તથા મીડિયા મિત્રો ને દર વર્ષની માફક પોલીસ સ્ટેશનમાં બોલાવી ડી.જે.ના.તાલ સાથે ગુલાલ દ્વારા ધુળેટી પર્વની ઉજવણી કરવાની પરંપરા ચોથવર્ષે પણ શરૂ રાખવામાં આવી હતી અને આ પરંપરા માં ડીજે ના ગીતો પર ડાન્સ અને ગરબા પણ દેરક રમ્યા હતાં.