રાજુલા તાલુકાના ડુંગર ગામે આવેલ સૈયદ ગુલામ મો યુનુદિન બાવા કાદરીના ર૩માં ઉર્ષ શરીફનું આયોજન તા.૧૪ને ગુરૂવારના રોજ કરવામાં આવ્યું છે. જેમાં સુન્ની દાવતે ઈસ્લામી માલેગાંવના ઝેરે ખીતાબત સૈયદ અમીનુલ કાદરી તશરીફ લાવીને પોતાની નુરાની જબાનથી તકરીર કરશે તથા અબ્દુલરહિમ બરકાતી હાશ્મી તેના નાત્ખવા નાત શરીફ સંભળાવશે.
આ ઉર્ષ શરીફ નિમિત્તે નમાજે અસર બાદ સંદલ શરીફ ખાનકાએ કાદરીય ખાતેથી નિકળીને મજાર શરીફ જશે. દરૂદો, દુવા સલામ કરશે અને બાદ ઈશાની નમાજ પછી મજાર શરીફ ખાતે તકરીરનું આયોજન છે અને તકરીર સલામ બાદ નીયાજ તકસીમ કરાશે.