સ્વરદા થિગાલે, જે સ્ટાર ભારતના શો ‘પ્યાર કે પાપડ’ પર જોવા મળે છે તે પોતાના અભિનયને ખીલવવામાં કોઈ કસર બાકી નથી રાખતી, તાજેતરમાં જ એક રસપ્રદ ભાગ માટે સ્વરદા પુરુષોના વેશમાં તૈયાર થઈ હતી. ઉપરાંત જ્યારે સ્વરદા પોતાની વેનિટી વાનમાંથી બહાર સેટ ઉપર આવી, ત્યારે કલાકારો અને ક્રુના સભ્યો તેને ઓળખી જ ન શક્યા.
સ્વરદાને આ વિશે પૂછતાં તેણે જણાવ્યું, “મને પડકારો ઉપાડવા ગમે છે અને આ પહેલી વખત હતું કે મેં આવી કોઇ કોશિશ કરી હોય અને તે મજેદાર રહ્યું.
તે ઉમેરે છે, “હું ખુશ છું કે બધું બરાબર રીતે પાર પડ્યું અને જ્યારે સેટ ઉપર લોકો મને શરુઆતમાં ઓળખી ન શક્યા ત્યારે અદભૂત લાગણી થઈ.”
‘પ્યાર કે પાપડ’ લાગણીઓ, હાસ્ય, પ્રેમની ઉતાર-ચઢાવ વાળી એક અનોખી રોમ-કોમ કથા છે જે સામાન્ય રીતે જોવા મળતી સાસ-બહુ કથાઓ કરતાં બિલકુલ અલગ છે.