એક ક્રાઇમ શોના હોસ્ટ હોવું સહેલી વાત નથી, ખાસ કરીને જ્યારે વાર્તાઓ અસલી જીવનના બનાવો પર આધારિત હોય. ‘સાવધાન ઇન્ડિયા’ના હોસ્ટ આશુતોષ રાણાએ પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું કે એક ઍપિસોડની વાર્તા સાંભળીને તે કેવી રીતે લાગણીશીલ બની ગયો હતો.
આ વાર્તા એક પરિવારની આસપાસ વણાયેલી છે જેમાં પિતા પોતાની પત્ની અને દીકરીઓને સાંકળથી બાંધી રાખતો અને ઘરે પુરી રાખતો જેથી શહેરમાં મહિલાઓ સામે થતા વધતા અપરાધોથી તેમને બચાવી શકાય. આમ તો તે તેમની સલામતી ઇચ્છતો હતો, પરંતુ તેને એવું લાગ્યું કે તેમને પુરી દેવા તેમના માટે સૌથી સારો વિકલ્પ છે.
જ્યારે આ વાર્તા દર્શકો સામે વર્ણવવા અંગેનો તેના વ્યક્તિગત અનુભવ વિશે પૂછ્યું તો હોસ્ટ આશુતોષે જણાવ્યું, “આ વાર્તા સાંભળ્યા પછી હું ખૂબ વિચલિત થઈ ગયો કારણ કે આ એક ગુનેગાર હતો જે પોતાના પ્રિયજનોને મુશ્કેલી પહોંચાડી રહ્યો હતો અને તેને ખ્યાલ ન હતો કે આ તેમને મદદ નથી પરંતુ ગુનો છે. આવા બનાવો માટે ક્યાંક સમાજને પણ દોષ આપવો રહે છે અને બદલાવો લાવવા ખૂબ જ અગત્યની બાબત છે. તે વ્યક્તિએ પોતાના પરિવારને જાણકારી આપવી જોઈતી હતી અને તેમને ગુનાઓ વિશે જાગૃત કરવા જોઈતા હતા, નહિ કે તેમને ઘરે પુરી દેવા. વિવિધ પ્રકારના ગુનાઓ વિશે જાગૃતિ ફેલાવવી જરૂરી છે જેથી જ્યારે લોકો આવા કોઈ સંજોગોનો સામનો કરે ત્યારે તેમને ખ્યાલ આવે.” જોતા રહો ‘સાવધાન ઇન્ડિયા’ દર સોમવાર-શનિવાર રાત્રે ૧૦ વાગ્યે, ફક્ત સ્ટાર ભારત પર