લોકસભાની ચૂંટણી ને લઇને રાજ્ય મા કડક આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. ત્યારે ઢસામાં મેઈન હાઇવે રોડ આવેલ હોવાથી અને આવા સમયે દારૂ રોકડ રકમ ગેરકાયદેસર હથિયારો તથા સ્ફોટક પદાર્થ તથા નશીલા પદાર્થો ની હેરાફેરી ન થાય તે માટે ઢસા પોલીસે ઠેર ઠેર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે
ઢસા માંથી પસાર થતાં તમામ વહાનને ચેક કરવા માટે ની પોલીસે ઝુંબેશ શરૂ કરી છે ત્યારે ઢસા ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઢસા સ્ટેશન માં એન્ટ્રી થતાં મેઇન રોડ બાઇપાસ સહિત ના વિસ્તારોમાં વાહનનું સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.આ સિવાય ઢસાના તમામ પ્રવેશદ્વાર પર પોલીસ નો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેમાં ચૂટણી આયોગના આચારસંહિતા ના નિયમના આદેશ ના પગલે ઢસા પોલીસ સ્ટેશન ના અધિકારી જોષી સાહેબ તથા ઢસા પોલીસ સ્ટાફ ડી.સ્ટાફ હોમગાર્ડ જવાનો જી.આર.ડી જવાનો દ્વારા સધન વાહન ચેકીંગ હાથ ધરાયું છે.
અ.તત્ત્વો બુટલેગરો લુખ્ખા તત્વો ઉપર પણ બાજ નજર રખાઈ રહી છે. તેમજ નાણાંકીય વ્યવહારો ઉપર પણ ચાંપતી નજર તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે.