હું સેક્સ ચેટિંગ અને ફેસટાઇમ સેક્સમાં વિશ્વાસ રાખુ છુંઃ પ્રિયંકા ચોપડા

1158

પ્રિયંકા ચોપડા સતત કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. તે ક્યારેક ભારતમાં દેખાય છે તો ક્યારેય અમેરિકામાં જોવા મળે છે. પ્રિયંકા અને નિક જોનાસના ગયા ડિસેમ્બર મહિનામાં લગ્ન થયા છે અને તેમના લગ્નને ચાર મહિના થઈ ગયા છે. લગ્નના ચાર મહિના પછી પ્રિયંકાએ એક ચેટ શોમાં તેની સેક્સ લાઇફનો ખુલાસો કર્યો છે.

હાલમાં પ્રિયંકા વોચ વોટ હેપન નામના લાઇવ શોમાં પહોંચી હતી. આ શો દરમિયાન હોસ્ટ દ્વારા પ્રિયંકાને સવાલ કરવામાં આવ્યો હતો કે તમે સતત ટ્રાવેલ કરો છો તો કઈ રીતે પતિથી દૂર રહી શકો છો? આ સવાલનો જવાબ આપતી વખતે પ્રિયંકાએ કહ્યું છે કે તે સેક્સ ચેટિંગ અને ફેસટાઇમ સેક્સમાં વિશ્વાસ રાખે છે. પ્રિયંકાએ સ્પષ્ટતા કરી છે કે તે આ રીતે પતિથી દૂર હોય તો પણ સતત સંપર્કમાં રહે છે.

પ્રિયંકા બહુ જલ્દી ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંકમાં જોવા મળે છે. આ ફિલ્મથી પ્રિયંકા લાંબા સમય પછી બોલિવૂડમાં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રિયંકા અને જાવેદ અખ્તરની જોડી જોવા મળશે. આ ફિલ્મનું ડિરેક્શન સોનાલી બોસે કર્યું છે. આ ફિલ્મ ૧૧ ઓક્ટોબર, ૨૦૧૯ના દિવસે રિલીઝ થશે.

Previous articleજાવેદ અખ્તરના નિવેદન પર પ્રોડ્યૂસરનો જવાબઃ કોઇ ફિલ્મ માટે ગીત લખ્યુ નથી
Next articleIPL T-20માં રૈનાએ ૫ હજાર રન પૂરા કર્યા