શું ઐશ્વર્યા રાય ફરીથી માતા બનવાની છે…!?

1001

બચ્ચન ફેમિલી એક એવો પરિવાર જેના પ્રશંસકો દેશ વિદેશમાં રહેલા છે. બચ્ચન ફેમિલી શું કરે છે ક્યાં જાય છે તે તમામ સમાચારો સતત મીડિયામાં છવાયેલા રહે છે. અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શ્વેતા બચ્ચન, અભિષેક બચ્ચન કે પછી ઐશ્વર્યાને લઈને સતત સમાચારો આવતા રહે છે. ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યા સાથે પોતાના ફોટાઓ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. છેલ્લાં કેટલાક સમયથી એ સમાચારે વેગ પકડ્યો છે ઐશ્વર્યા તેનો પરિવાર વધારવા જઇ રહી છે અને સેકન્ડ ચાઇલ્ડનું પ્લાનીંગ કરી રહી છે. આ વાતને વધારે વેગ ત્યારે મળ્યો જ્યારે ઐશ્વર્યા અને અભિષેક ગોવા ફરવા ગયા હતા અને ત્યાંના ફોટાઓ શેર કર્યા હતા. આ ફોટામાં ઐશ્વર્યા રાય સેકન્ડ ટાઈમ પ્રેગ્નંટ હોય તેવું લાગી રહ્યુ છે. સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાય બચ્ચનનો એક ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં એશ્વર્યા અને અભિષેક સાથે બીચ પર નજરે ચડી રહ્યા છે. સમાચારોનું માનીએતો ફોટાને જોતાં ક્યાસ લગાવી શકાય કે એશ્વર્યા ફરી એકવાર પ્રેગ્નેંટ છે. ઐશ્વર્યાના આ ફોટાઓ જોઈને ફેંસ કમેટ કરી રહ્યા છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા હાલ આરાધ્યાના બચપનને માણી રહ્યા છે.

Previous articleશહીદદિન નિમિત્તે શહિદ વંદના
Next articleઆલિયા ભટ્ટે જાહેરમાં પ્રેમનો એકરાર કર્યોઃ આઇ લવ યુ રણબીર..!!