IPL T-20માં રૈનાએ ૫ હજાર રન પૂરા કર્યા

543

સુરેશ રૈનાએ આઈપીએલની ૧૨મી સીઝનના પ્રારંભે જ શાનદાર રેકોર્ડ બનાવી દીધો છે. સુરેશ રૈનાએ ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીને પણ પાછળ પાડી દીધો છે.

ચેન્નઇ સુપરકિંગ્સના બેટ્‌સમેન સુરેશ રૈનાએ આઈપીએલમાં ૫ હજાર રન કરવાની સિદ્ધી મેળવી છે. તે પહેલો પ્લેયર છે જેણે આઈપીએલમાં ૫ હજાર રનના આંકડાને સ્પર્શ્યો છે. ૧૫ રન બનાવતાં જ સુરેશ રૈનાએ આઈપીએલમાં ૫ હજાર રન પૂરા થઈ ગયા.

રૈના સૌથી પહેલા ૨ હજાર, ૩ હજાર રન બનાવનારો પ્લેયર પણ રહી ચૂક્યો છે. ૪ હજાર રન કરવાની રેસમાં વિરાટ કોહલીથી પાછળ રહી ગયો હતો, પરંતુ ૫ હજાર રનના મામલે રૈનાએ વિરાટને પછાડી દીધો.

ધોની અને રૈનાની જોડી ઘણી જૂની છે. સીએસકે અને ટીમ ઈન્ડિયામાં સાથે રમનારા રૈના ધોનીના નિકટતમ લોકો પૈકીનો એક છે. ટી-ર૦ સ્પેશલિસ્ટ મનાતો રૈના આઈપીએલમાં સૌથી વધુ રન કરનારો પ્લેયર છે.

ચેન્નઇ માટે રૈના મહત્વનો ખેલાડી છે.

બેટિંગની સાથોસાથ રૈના અનેક અવસરે ઘાતક બોલર પણ સાબિત થયો છે.

અનેક મોટી મેચોમાં ધોનીએ રૈનાને અચાનક બોલિંગ આપી અને રૈનાએ ધોનીને નિરાશ ન કરતાં તેને સફળતા અપાવી.

મિડલ ઓર્ડરમાં મજબૂત રૈના ટીમ માટે ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

ટી-ર૦ જેવા ઝડપી ગેમમાં ત્રીજા નંબરે બેટિંગ કરવા માટે ટીમો અનેક પ્લેયર્સને ટ્રાય કરે છે પરંતુ ચેન્નઈ માટે રૈનાએ આ જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી છે.

Previous articleહું સેક્સ ચેટિંગ અને ફેસટાઇમ સેક્સમાં વિશ્વાસ રાખુ છુંઃ પ્રિયંકા ચોપડા
Next articleજોરદાર હાર વચ્ચે કેપ્ટન કોહલીએ શોધી નાખ્યો ’હીરો’, હવે બનશે ટીમનું બ્રહ્માસ્ત્ર