વિલમાં ૭ દિવસથી ૩ લિફ્‌ટમાં પાણી ભરાઈ જતાં ભારે હાડમારી

590

ગાંધીનગર સિવીલ હોસ્પિટલ ના ગ્રાઉન્ડ ફ્‌લોરની ત્રણ લિફ્‌ટમાં સાત દિવસથી પાણી ભરાતા લિફ્‌ટને બંધ કરી દેવાતા દર્દથી કણસતા દર્દીઓને પગથીયા ચડવાની ફરજ પડી છે. લિફ્‌ટ બંધ થતા દર્દીઓની હાલત કફોડી બની રહેતા તાકિદે લિફ્‌ટને ચાલુ કરવામાં આવે તેવી માંગ દર્દીઓમાં ઉઠવા પામી છે.

સિવીલ હોસ્પિટલના નવા બિલ્ડીંગના નિર્માણ વખતે રહેલી ખામીથી ગ્રાઉન્ડ ફ્‌લોરમાં દર્દીઓ માટે મુકેલી ત્રણ લીફ્‌ટમાં પાણી ભરાવાની સમસ્યા બની છે. જોકે લીફ્‌ટમાં પાણી ભરાવાની સમસ્યા દર્દીઓની લીફ્‌ટમાં જ બને છે. જ્યારે ડોક્ટરોની લીફ્‌ટ કે ઓપરેશન થીયેટર માટેની તેમજ સિવીલ હોસ્પિટલના કર્મચારી ઓની લીફ્‌ટમાં પાણી ભરાતું નથી. આથી દર્દીઓની લીફ્‌ટમાં ગમે ત્યારે શૌર્ટ સર્કિટની સમસ્યા ઉભી થવાની શક્યતાને પગલે મોટી દુર્ઘટના બનવાની શક્યતાને નકારી શકાય નહી.

લિફ્‌ટમાં પાણી આવતું હોવાની સમસ્યા ગાંધીનગર મેડિકલ કોલેજની હોસ્પિટલમાં જ બની હોવાથી હોસ્પિટલના નવા બિલ્ડીંગના નિર્માણની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટ કે એન્જિનીયરો ની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

Previous articleપ્રેમી-પંખીડાએ હાથે રૂમાલ બાંધી રિવરફ્રન્ટમાં ઝંપલાવી આપઘાત કર્યો
Next articleટાઉન હોલ ખાતે મતના મૂલ્ય અંગેની જાગૃત્તિ લાવવા અને વી.વી.પેટ.નો નિદર્શન કાર્યક્રમ યોજાયો