આંબલા પાસે વાંકિયા હનુમાનજીની પ્રસિધ્ધ જગ્યામાં રામકિશોરદાસજી બાપુની પુણ્યતિથિ પ્રસંગે ધર્મોત્સવ યોજાઈ ગયો. શનિવારે સવારે પુજનવિધિ, સંત સભા તથા સાંજે લોકડાયરો યોજાયેલ. સંતસભામાં મહંત રઘુનંદન બાપુના સાનિધ્યમાં સ્વરૂપાનંદ સ્વામી, આત્માનંદજી મહારાજ, રમજુબાપુ, રામચંદ્રદાસજી મહારાજ, રાજેન્દ્રદાસજી મહારાજ, મહંત બાપુ, નિરૂબાપુ તથા રામકૃષ્ણ શાસ્ત્રીજી વગેરેનો લાભ મળ્યો હતો. અહીં યજ્ઞ પણ યોજાયો હતો. જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.