નિર્દોષાનંદજી હોસ્પિટલમાં દાતાનું દ્રષ્ટીઓ દ્વારા સન્માન

572

સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબીમાં નવજાત બાળકોની સારવાર અર્થે અદ્યતન આઈસીઓ વિભાગ માટે કાચની ચાર પેટી અને તેની સાથેના જરૂરી સાધનો વસાવવા માટે ઉદારદિલ દાતા હરેશભાઈ બાબુલાલ જાદવજીભાઈ ગોલ દ્વારા રૂપિયા પાંચ લાખનું અનુદાન આપવાની જાહેરાત કરેલ છે. તે બદલ હોસ્પિટલ ટ્રસ્ટી મંડળે હરેશભાઈ ગોલનું મંત્રી બી.એલ. રાજપરા અને ટ્રસ્ટી લવજીભાઈ નાકરાણી દ્વારા શાલ, સ્મૃતિ ચિહ્ન અને ગુરૂજી લિખીત જીજ્ઞાસુ પિયુષ પુસતક અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ.

Previous articleOBCવર્ગમાં દેવિપુજક સમાજને અન્યાય થતો હોવાની ફરિયાદ
Next articleનંદકુંવરબા કોલેજનું ગૌરવ વધારતી રેચલ ચૌધરી