આઈ.જી.પી. અશોકકુમાર યાદવ, ભાવનગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચન કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ અને નાયબ પોલીસ અધિક્ષક ઠાકર માર્ગદર્શન હેઠળ બોરતળાવ પોલીસ સ્ટેશન પો.ઈન્સ. કે.એમ. રાવલ અને ડી.સ્ટાફના માણસો ડી.કે. ચૌહાણ, ભીખુભાઈ બુકૈરા, હિરેનભાઈ મહેતા, સેજાદભાઈ સૈયદ, ધર્મદિપસિંહ જાડેજા, તથા નિલમબાગ વિરડીયા વિગેરે પો.સ્ટે.વિસ્તાર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ભીખુભાઈ બુકેરા અને હિરેનભાઈ મહેતાને સંયુક્ત બાતમીરાહે હકીકત મળેલ કે ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર પોલીસ સ્ટેશનના ગંભીર પ્રકારના ગુનાનો નાસતો ફરતો આરોપી કુંભારવાડા સર્કલ પાસે ભોગ બનનાર સાથે ગુલાબી કલરનું ટીશર્ટ તથા કાળા કલરના ટ્રેક પેન્ટ પહેરી ઉભેલ છે. તેવી હકીકત મળતા હકીકત વાળી જગ્યો વર્ણનવાળો ઈસમ અજયભાઈ ધરમશીભાઈ મેર ઉ.વ.૨૧ રહે. કુંંભારવાડા માઢીયારોડ, બાથાભાઈનો ચોક ભાવનગર વાળો મળી આવતા જે ગીર સોમનાથ જિલ્લામાંથી છેલ્લા આઠ માસથી ઉપરોક્ત ગુનામાં નાસતો ફરતો હોય ભોગ બનનાર સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી નવાબંદર પો.સ્ટે.ને જાણ કરેલ છે.