શત્રુઘ્ન કોઇપણ સમયે હવે કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થશે

458

ભાજપના બળવાખોર નેતા શત્રુઘ્ન સિંહા ટૂંક સમયમાં જ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થનાર છે. સોશિયલ મિડિયા ઉપર કોંગ્રેસના પક્ષમાં શત્રુઘ્ન સિંહા સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી જાહેરાતને માસ્ટર સ્ટ્રોક તરકે ગણાવી રહ્યા છે. શત્રુઘ્નસિંહાએ કહ્યું છે કે, લઘુત્તમ આવક ગેરન્ટી યોજના માસ્ટર સ્ટ્રોક સમાન છે. આ યોજનાથી ભાજપના લોકો પરેશાન થયેલા છે. રાહુલે ગઇકાલે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, પ્રતિ મહિને ૧૨૦૦૦ રૂપિયાથી ઓછી આવક મેળવનારને દર મહિને છ હજાર રૂપિયા આપવામાં આવશે. શત્રુઘ્નસિંહાએ કહ્યું છે કે, જે બાબત કોઇ એક વ્યક્તિ માટે યોગ્ય છે તે બીજા માટે પણ લાગૂ થવી જોઇએ. તમામ લોકો જાણે છે કે, ભાજપ સામે સતત બળવો કરવાના કારણે આ વખતે પટણા સાહેબના ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહાને ટિકિટ આપવામાં આવી નથી. તેમની જગ્યાએ કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદ મેદાનમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.  ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મી લોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો  ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે.  બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ પર મતદાન થનાર છે.  ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. દેશમાં લોકસભા ચૂંટણીના ભાગરૂપે  છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. આઝમ ખાન અને જયા પ્રદાની સ્પર્ધા રામપુરમાં નજીકની સ્પર્ધા રહી શકે છે.

Previous articleઉત્તરપ્રદેશમાં સ્ટાર પ્રચારક યાદીમાંથી અડવાણી બહાર
Next article૫ વર્ષમાં ગડકરીની વાર્ષિક આવક૧૪૦ ટકા વધી ગઇ