જોશીને ટિકિટ ન મળતા ભારે નારાજ : મતદારોને પત્ર લખ્યો

516

કાનપુર લોકસભાની બેઠક પરથી ટિકિટ કપાઈ ગયા બાદ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને વર્તમાન સાંસદ મુરલી મનોહર જોશીએ મતદારોને પત્ર લખ્યો છે. મતદારોને પત્ર લખીને મુરલી મનોહર જોશીએ કહ્યું છે કે, ભાજપે ચૂંટણી લડવાની તેમને તક આપી નથી. જોશીએ કહ્યું છે કે, ભાજપના મહાસચિવે તેમને ચૂંટણી મેદાનમાં ન ઉતારવા માટે કહેવામાં આવ્યું છે. પત્ર મારફતે જોશીએ બળજબરીપૂર્વક વીઆરએસ માટે જવા તરફ ઇશારો કર્યો છે. ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણીનું નામ સામેલ કરવામાં આવ્યા નથી. ભાજપના મહાસચિવ રામલાલે તેમને પત્ર લખીને કાનપુર અથવા તો અન્ય કોઇ સીટ પરથી મેદાનમાં ન ઉતારવા માટે કહેવામાં આવ્યું છે. ગુજરાતમાં ગાંધીનગરથી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની ટિકિટ પણ કપાઈ ગઇ છે. મુરલી મનોહર જોશીની ટિકિટ પણ હવે કપાઈ ગઈ છે.

ભાજપના સ્થાનિક નેતાઓ માની રહ્યા હતા કે, જોશીને ટિકિટ મળશે નહીં પરંતુ જોશી પોતાની દાવેદારી છોડી રહ્યા ન હતા. પત્રમાં પણ તેઓએ આ વાત કરી છે. મુરલી મનોહર જોશી સંઘ સાથે જોડાયેલા વ્યક્તિ છે. અનેક વરિષ્ઠ સંઘના નેતાઓ પણ મુરલી મનોહર જોશીની સામે બોલવાની હિંમત કરી શકતા નથી. વર્ષ ૨૦૧૪માં મોદી સરકાર બન્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં તેમની અવગણના શરૂ થઇ હતી. તે વખતે કહેવામાં આવી રહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહની વિચારધારા તેમની સાથે મેળ થતી નથી. અનેક વખત પાર્ટીની સામે પણ નિવેદનબાજી કરી ચુક્યા છે. મોદી સરકારને કેટલા નંબર આપશે તેના જવાબમાં મુરલી મનોહર જોશીએ કહ્યું હતું કે, કોપીમાં કંઇ લખેલુ હશે તો તેઓ જવાબ આપશે. આવા અનેક નિવેદન જોશી કરતા રહ્યા છે જેથી તેમની અવગણના થઇ છે.

Previous articleજયાપ્રદા ભાજપમાં સામેલ : હવે આઝમની સામે મેદાનમાં ઉતરશે
Next articleલઘુતમ આવક યોજના ગરીબી પર ‘સર્જિકલ સ્ટ્રાઇક’ સમાન : રાહુલ ગાંધી