આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું હતું કે જો તે તેઓ નાણા મંત્રી હોત તો તેમનું લક્ષ્ય બેન્કોની સ્વચ્છતા જમીન સંપાદન, અને કૃષિ ક્ષેત્રનું ઉત્થાન હોત. રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રધુરામ રાજને મંગળવારે એક સમારંભમાં દેશના વિકાસદર પર શંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જીડીપીના આંકડા પર જે વાદળ છવાયેલા છે, તે દૂર થાય તો સાચો વિકાસ દર જાણવા મળે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે જીડીપીનું યોગ્ય આંકલન કરવા માટે સારા અર્થશાસ્ત્રીઓની નિમણૂક કરવી જોઈએ
સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેની લઘુતમ આવક યોજનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ખૂબ જ ગરીબ પરિવારોને વાર્ષિક ૭૨ હજાર રૂપિયા આપવામાં આવશે. આ યોજનાથી ૫ કરોડ પરિવારો અને ૨૫ કરોડ લોકોને ફાયદો મળશે. આ રકમ તે પરિવારોને ત્યાં સુધી આપવામાં આવશે, જયાં સુધી તે મહીનાના ૧૨ હજાર રૂપિયા કમાવવાનું શરૂ કરતા નથી. આ યોજનાની જાહેરાત બાદ આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ યોજનની ડિટેલ શું હશે, તે મેટર કરે છે. જેમકે આ યોજનાને ગરીબો સુધી કઈ રીતે લઈને જઈ શકાય. એક રિપોર્ટ મુજબ રઘુરામ રાજને તેેમની નવી બુક ધ થર્ડ પિલર અંગેની વાતચીત દરમિયાન કોંગ્રેસની ન્યાય યોજના વિશે પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે કહ્યું કે આ યોજનાની ડિટેલ શું હશે, તે મેટર કરે છે. આ યોજના એક એડ-ઓનની જેમ હશે અથવા તો જે ચીજો હાલ ઉપલબ્ધ છે, તેના વિકલ્પ તરીકે. આપણે ગરીબો સુધી કઈ રીતે આ યોજનાને લઈને જઈશું ? આપણે સમયની સાથે જોયું છે કે લોકોને સીધા પૈસા આપીને તેમને સશક્ત બનાવવા તે એક માત્ર વિકલ્પ છે. તેઓ તે ધનનો ઉપયોગ તે સેવાઓ માટે કરી શકે છે, જેની તેમને આવશ્યક્તા છે. આપણે એ સમજવાની જરૂરીયાત છે કે એવી કઈ ચીજો કે યોજનાઓ(સબસિડી) છે, જેને પ્રક્રિયામા પ્રતિસ્થાપિત કરવામાં આવે. રાહુલ ગાંધીએ સોમવારે આ યોજનાની જાહેરાત કરતા કહ્યું કે તેને મનરેગા-૨ સમજવામાં આવે. આ યોજના અંતર્ગત ગરીબોને ત્યાં સુધી ૬ હજાર રૂપિયા મહીનાની મદદ આપવામાં આવે, જયાં સુધી તેમની માસિક આવક ૧૨ હજાર રૂપિયા થતી નથી.
તેનાથી ગરીબ પરિવારોની લઘુતમ આવક સુનિશ્ચિત કરી શકાશે. તેમણે કહ્યું કે સરકારની પાસે પૈસા છે, તેનાથી સ્કીમને સરળતાથી ચલાવી શકાય છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ગરીબી પર છેલ્લું વોર શરૂ થઈ ગયું છે. અમે દેશમાંથી ગરીબીને હટાવીશું. તેમણે એ પણ કહ્યું કે કોંગ્રેસ આ યોજનાના આર્થિક પાસાઓની સમીક્ષા કરી લે. સ્કીમને ફાઈનલ કરતા પહેલા નામાંકિત અર્થશાસ્ત્રીઓ અને જણકારોની સલાહ લેવામાં આવી છે. લોકોએ છેલ્લા પાંચ વર્ષમાં ખૂબ જ સહન કર્યું છે અને અમે લોકોને ન્યાય અપાવીશું.