જાફરાબાદ મરીન પો.સ્ટે.ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. આર.ટી. ચનુરાનીસુચનાથી જાફરાબાદ મરીન પો.સ્ટે.ના પો.સબ.ઈન્સ. આર.ટી. ચનુરાની સુચનાથી જાફરાબાદ મરીન પો.સ્ટે.ના પો.સબ.ઈન્સ જી.પી. જાડેજા ડી.આર. મકવાણા, એ.ડી.વાળા, વિનુભાઈ માધાભાઈ બારૈયા, પરશોત્તમભાઈ બી. સોલંકી, નરેન્દ્રભાઈ ધીરૂભાઈ વરૂ પેટ્રોલીંગ હતા તે દરમ્યાન ચોકકસ બાતમી આધારે જુનાગઢ બી. ડીવીઝન પો.સ્ટે.ના કામે જુનાગઢ સબ જેલમાંથી ભાગી ગયેલ નાસ્તો ફરતો આરોપી કાનાભાઈ ઉકાભાઈ બાંભણીયા (ઉ.વ.૩પ) ધંધો-મજુરી રહે. રોહીસા તા. જાફરાબાદ વાળાને પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.