મહાપાલિકાના દ્વારેથી

1198

ભરતનગર કૌશલય પાર્કના લતામાં ગંદાપાણીની ફરિયાદ

ભાવનગરના ભરતનગર કૌશલય પાર્ક વિસ્તારમાં પાણીની લાઈનમાં ડ્રેનેજની ગટર લાઈનનું ગંદુ પાણી ભળી જતા આ વીસ્તારના લોકોને પીવાના પાણી માટે મુશ્કેલી ઉભી થતા લત્તાના લોકો દ્વારા મહાપાલીકા તંત્ર પાસે રજુઆતો કરવામાં આવી છે. તંત્રે યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ છે.

સેવાસદનમાં લોક પ્રશ્નોનો પ્રવાહ તો ચાલુ જ રહે છે

ભાવનગર મહાપાલિકામાં હવે ધીમે ધીમે ગરમીની અસર ઉભી થઈ રહી છે તો બીજી બાજુ લોકો સભાની  ચૂંટણી અને આચાર સહિતા પરંતુ મહાપાલિકા તો લોકોના રોજ બરોજના નાના મોટા પ્રાથમિક પ્રશ્નો આવતા જ રહે છે. આવા સંજોગોમાં કોર્પોરેશનમાં ચૂંટાયેલા પર  પૈકીના મોટાભાગના સેવકોની સતત ગેરહાજરી જોવા મળે છે. તો બીજી બાજુ પુર્વ નગરસેવકો સેવા સદને લોક પ્રશ્નો માટે આવતા જતા રહે છે. ખાસ કરીને આજે પુર્વ ચેરમેન અને નગરસેવીકા શિલ્પાબેન દવે પણ આજે લોક પ્રશ્નો માટે સેવાસદને જોવા મળ્યા હતાં. ગરમી હોવા છતા સેવા સદનમાં સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, વોટર વર્કસ કમિટિ ચેરપર્સનલ જલવીકાબેન ગોંડલીયા આરોગ્ય કમિટિના ડે. ચેરપર્સન બીનાબા ગોહિલ ચેરમેન કિશોરભાઈ  ગુરૂમુખાણી, લોક પ્રશ્નોની કામગીરીમાં વ્યસ્ત રહ્યા હતાં.

લાંબા સમય પછી ગીતા મેર કોર્પોરેશનમાં દેખાયા

પાર્ટીની હરકતને કારણે કરચલીયા પરા વિસ્તારના જાગૃત નગરસેવીકા ગીતાબેન મેર લાંબા સમયથી પાર્ટી કચેરીએ આવતા નથી, તેઓ પણ આજે સેવા સદનના કેટલાંક લોક પ્રશ્નો માટે સેવા સદને આપી વોર્ડના લોક પ્રશ્નોની રજુઆત કરી હતી.લોક સભાની ચૂંટણી આવતાની સાથે જ હવે કોંગ્રેસ પાર્ટીને મતો માટે જરૂર પડશે જો કે મેરની કરચલીયા પરામાં કામગીરી અંગે લોક પકડ ઠી ઠકી રહે છે. ત્યારે તેઓ હવે કેવી રીતે સક્રિયા બને છે તે જોવાનું રહે છે. ગીતાબેન લાંબા વખતથી કોંગી કચેરીમાં આવ્યા નથી, અને કરચલીયા પરા વોર્ડના પ્રશ્નો માટે તેમની પ્રજાહિત કામગીરી શરૂ રહી છે.

મેયરને મળતા વિપક્ષ નેતા જયદિપસિંહ ગોહિલ

ભાવનગર મહાપાલિકા કોંગ્રેસ પાર્ટી કચેરીમાં ૧૭માંથી બહુ ઓછા સેવકો કળાય છે. તેમાં આજે વિપક્ષ નેતા જયદિપસિંહ ગોહિલની હાજરી જોવા મળેલ તેઓ શિક્ષણ કમિટિ સભ્યો સાથે વ્યસ્ત હોવાની વિગત જાણવા મળી જો કે તેઓ આજે મેયરને પણ મળ્યા હતાં. બીજી બાજુ ચૂંટણી હોય કે ન હોય પણ પ્રજાના પ્રશ્નોમાં જેઓ કાયમી વેરાયેલા રહે છે. તેવા રહમિભાઈ કુરેશી લોક પ્રશ્નો ઉકેલવાની દિશામાં કોંગ્રેસ પાર્ટીમાં કાયમી અગ્રસ્થાને રહે છે. તેઓ પણ લોક પ્રશ્નોની તંત્ર પાસે રજુઆત કરવામાં ગતિશીલ હોવાનું જાણવા મળે છે. તો બીજી બાજુ કોંગીના કોઈ સારા સમાચાર જેવા મુડમાં વિપક્ષ નેતા જયદિપસિંહે એવો રાજકિય નિર્દેશ કર્યો કે મારી પસંદગી થશે વાત લોકસભાના ઉમેદવારની જો કે ભાવનગર જિલ્લા લોકસભા બેઠકના ઉમેદવારની પસંદગીની વાત હજી સુધી કોંગી પાલામેન્ટરી બોર્ડ કે પ્રદેશ કક્ષાએથી થઈ નથી જો કે કોંગ્રેસ પાર્ટીમાં જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ ઝવેર ભાલિયા અને સંજયસિંહ ગોહિલના નામ પણ ચર્ચાય છે. કદાચ શક્તિસિંહ ગોહિલ પણ આ બેઠકના ઉમેદવાર બને પણ ખરા.

ભાલીયા અને નિતાબેન રાઠોડના નામ પાર્ટી ચર્ચામાં

બજી બાજુ ગતિવિધ એવી જોવા મળે છે કે જિલ્લાની બેઠક પર કોળી જ્ઞાતિના મતદારોના સંખ્યા બળને કારણે ઝવેર ભાલીયા અથવા નિતાબેન રાઠોડના નામ મેદાને આવે તેવો રાજકિય નિર્દેશ થઈ રહ્યો છે કારણ કે તેઓ શક્તિશાળી ઉમેદવારની છાપ ધરાવે છે. કોર્પોરેશનમાં સેવકોની હાજરી નહી હાજરી વચ્ચે જિલ્લાની લોકસભાની બેઠક માટે કોંગીના ઉમેદવારની પણ વાત ટપકતા આગામી બે દિવસમાં કોંગ્રેસ કોના નામની જાહેરાત કરે છે, તેના પર લોક મીટ મંડાય રહી છે.

Previous articleગરીબ બાળકો સાથે જન્મદિન ઉજવાયો
Next articleતળાજાની આરાધ્યા વિદ્યાસંકુલનો આજે પ્રથમ વાર્ષિક મહોત્સવ