અમદાવાદ શહેરમાં બીઆર ટીએસ કોરીડોરમાં ખાનગી વાહનો પ્રવેશ કરે તો દંડ ફટકારવામાં આવે છે પરંતુ એસટી નિગમની બસો પણ બીઆરટીએસ કોરીડોરમાં ચલાવાતી હોવાની ફરિયાદો ઉઠી છે. એસટી નિગમ દ્વારા શહેરના ગીતા મંદિર બસ સ્ટેશન ખાતે એક સુચના પત્ર લગાવી જણાવ્યુ છે કે, એસટી નિગમની બસોને બીઆરટીએસ ટ્રેકમાંથી હંકારવી નહી અને જો કોઈ બસને બીઆરટીએસ કોરીડોરમાં હંકારવામાં આવશે તો ડંક્ટર અને ડ્રાઈવર સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ સિવાય નરોડા તરફની કેટલીક બસો નિગમના મુખ્ય બસ સ્ટેશન સુધી લઈ જવામાં આવતી નહોતી ત્યારે તેની પણ સુચના અપાઈ છે કે, તમામ બસોને નીગમના નિર્ધારીત બસ સ્ટોપ સુધી લઈ જવાની રહેશે. તથા નિગમ દ્વારા બે એસટી બસોના રૂટ નક્કી કરવામાં આવ્યાં છે તે સિવાયના રૂટ પરથી બસને જતા-આવતા માલુમ પડશે તો તેની ગંભીર નોધ લઈ ખાતાકીય કાર્યવાહી કરવાની સુચના પણ અપાઈ છે.