ભીમા કોરેગાંવમાં શૌર્ય દિવસની ઉજવણી બાદ પછાત સમુદાયના લોકો ઉપર હિંસક હુમલા કરી તોડફોડ કરવામાં આવેલ. જેનો મહારાષ્ટ્ર, પુના સહિત અનેક સ્થળે વિરોધ કરવામાં આવી રહ્યાં છે તેના ભાગરૂપે આજે ભાવનગર શહેરમાં પણ વિવિધ દલિત સંગઠનો, સંસ્થાઓ દ્વારા રેલી કાઢી આવેદનપત્રો આપવામાં આવેલ અને જવાબદારોને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવેલ.