ધંધુકા ખાતે ાનંદનગરમાં જયોતિબેન શૈલેષભાઈ શાહના ઘરે આવેલા પ્રગટપ્રભાવી કાલિકાલ કલ્પતરૂ શંખેશ્વર પાશ્વનાથ જિનાલયની પ્રથમ સાલગીરી ધ્વજા રોહણનો દિવ્ય ઉત્સવ પુ. નેમિ ઉદય મેરૂ પ્રભુ સુરીશ્વરજી મ.સા.ના પટાલંકાર સુરી મંત્ર આરધક પ.આ.ભ. વિ. સિંહસેના સુરીશ્વરજી મ.સા. તથા આ.ભ. સુવ્રતસેનસુરી મ.સા. આદી પુ. સાધુ સાધ્વજી, ભગવંતોની પાવન નિશ્રામાં સમગ્ર ઉત્સવ યોજાયો હતો. આ તકે મુંબઈથી આવેલ લેખક દિગ્દર્શક જહોની શાહના એક પાત્રીય નાટ માતા પાહિની દેવીનું અદભૂત પાત્ર અર્ચના શાહ દ્વારા રજુ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.
ધંધુકા નંદનગર ખાતે જયોતિબેન શૈલેષભાઈ શાહના ઘરે શંખેશ્વર પાશ્વનાથના દેરાસરને એક વર્ષ પુર્ણ થતું હોઈ તેને સાલગીરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાધુ ભગવંતોની નિશ્રા પણ પ્રાપ્ત થઈ હતી. દેરાસર ખાતે વિવિધ ધાર્મિક આયોજનો આદે સાંજે કલીકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુરીશ્વરજી મહારાજના જીવન કવન પણ આધારિત માતા પાહિની દેવી નાટક બિરલા હાઈસ્કુલના પ્રાંગણમાં યોજાયું હતું. ધંધુકા નગરના પનોતા પુત્ર ચાંગદેવ ૯૦૦ વર્ષ પુર્વે મોઢવણીક પરિવારમાં જન્મયા હતા અને માત્ર પ વૃષની આયુથી જ જૈન સાધુ ભગવંતોના પ્રભાવ સાથે ૯ વર્ષની ઉમરુે જ દિક્ષા પ્રાપ્ત કર્યા બાદ સમગ્ર વિશ્વને વ્યાકરણની મહાગ્રંથની ભેટ આપનાર આ જૈન શાસનના કોહીનુરત્નના જીવન કવન પર આધરિત જહોની શાહ લેખીત દિગ્દર્શીત અને અર્ચના શાહ અભિનિત માતા પાહિની દેવી નાટક યોજાયું હતું. આ પુર્વે સાધુ ભગવંતો સાથે ભવ્ય શોભાયાત્રા બિરલા હાઈસ્કુલ ખાતે આવી હતી અહી સંત પુનિત મહારાજને પુષ્પમાલા અર્પણ કરવામાં આવી હતી. એક પાત્રીય નાટયક માતા પાહિની દેવીએ સૌને મંત્રમુગ્ધ્ કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જૈન સંઘો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.