અશ્વિને કોઈ નિયમ નથી તોડ્યો, ‘માંકડેડ’નું પગલું યોગ્યઃ પ્રસન્ના

1116

ભારતના મહાન સ્પિનર એરાપલ્લી પ્રસન્નાએ કિંગ્સ ઈલેવન પંજાબની ટીમના કેપ્ટન રવિચંદ્રન અશ્રિ્‌વનને પોતાનો ટેકો જાહેર કરતા કહ્યું હતું કે જયપુર ખાતે આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની મેચમાં જોસ બટલરને ‘માંકડેડ’ની પદ્ધતિએ રન-આઉટ કરવાનું તેનું પગલું (માંકડિંગ) રમતના નિયમોસરનું હતું. “મારા અભિપ્રાયમાં અશ્રિ્‌વન હજી ભારતનો શ્રેષ્ઠ સ્પિન બૉલર છે અને તેણે જે કાંઈ કર્યું તે રમતના નિયમો પ્રમાણે હતું, એમ ૭૮ વર્ષના પ્રસન્નાએ બૅંગલુરુથી આ સમાચાર સંસ્થાને કહ્યું હતું.પ્રસન્નાએ કહ્યું હતું કે રાજસ્થાન રોયલ્સના બટલરે નોન-સ્ટ્રાઈકરના છેડે પોતાની ક્રિઝ છોડીને બોલ નંખાય તે પહેલા દોડવાનો પ્રયાસ કરવો ગેરવાજબી હતો. પ્રસન્નાએ વધુમાં કહ્યું હતું કે નોન-સ્ટ્રાઈકર વહેલી ક્રિઝ છોડી દોડવામાં ગેરલાભ લેતો હોય છે. અશ્રિ્‌વનના આ કૃત્યને કેટલાક લોકોએ નામોશીભયું ગણાવ્યું હતું.

Previous articleહાઉસફુલ-૪ ફિલ્મને લઇ પુજા હેગડે ખુબ વ્યસ્ત
Next articleબેંગ્લોરના સ્ટેડિયમમાં રમાનારી દરેક મેચમાં સેનાના જવાનોને આમંત્રણ