ગુજરાતમાં હિટવેવનું મોજુ ફરી વળ્યું છે. આજે રાજ્યના ૧૧થી વધુ શહેરોમાં પારો ૪૧થી પણ ઉપર રહ્યો હતો જ્યારે અમરેલીમાં પારો ૪૨.૫ અને સુરેન્દ્રનગરમાં ૪૨ ડિગ્રી સુધી પારો પહોંચ્યો હતો. અમદાવાદ શહેરમાં પણ આજે કાળઝાળ ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો અને મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી રહ્યું હતું. આગામી દિવસોમાં આ સ્થિતિ યથાવત રહી શકે છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે પણ મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રીની આસપાસ રહેશે. આજે રાજ્યના જે ભાગોમાં પારો ૪૧થી ઉપર પહોંચ્યો હતો તેમાં વડોદરામાં ૪૧.૬, રાજકોટમાં ૪૧.૩, ભુજમાં ૪૧.૮ સુધી પારો પહોંચ્યો હતો. આ ઉપરાંત કેટલીક જગ્યાએ ૪૨થી પણ ઉપર પારો પહોંચી ગયો હતો. કાળઝાળ ગરમીનો અનુભવ બપોરના ગાળામાં લોકોએ કર્યો હતો અને રસ્તાઓ સુમસામ બન્યા હતા. કાતિલ ગરમીથી લોકો હવે પરેશાન થવા લાગ્યા છે. વધતી જતી ગરમીને લઇને લોકો હવે સાવચેત થઇ ગયા છે. બપોરના ગાળામાં પંખા અને એસીનો ઉપયોગ ભરપુર થવા લાગી ગયો છે. આજે જુદા જુદા વિસ્તારોમાં પારામાં આંશિક ફેરફાર થયો હતો. અમદાવાદમાં આવતીકાલે મહત્તમ તાપમાન ૪૨ રહી શકે છે. વધતી જતી ગરમી વચ્ચે બહારની ચીજવસ્તુઓ ટાળવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. હવામાન વિભાગના છેલ્લા ત્રણ દિવસના આંકડા અનુસાર, સમગ્ર દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે. શહેરમાં હોળાષ્ટક જતા જ ગરમીનું પ્રમાણ વધે છે તેવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રીથી ઉપર પહોંચ્યુ છે. આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની પૂરી શકયતા છે ત્યારે લોકો અત્યારથી જ બળબળતીથીગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયા છે. આજે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ૩૯થી ૪૨ ડિગ્રીની આસપાસ નોધાયો હતો.
અમદાવાદમાં આજે ગરમીનો પારો ૪૨ ડિગ્રી નોંધાયો હતો. મહત્તમ તાપાનમાં સતત વધારો થતાં લોકો પરેશાન થયેલા છે. સાથે સાથે બાળકો અને મોટી વયના લોકો બિમારીના સકંજામાં આવી ગયા છે.