દામનગર ભુરખિયા હનુમાનજી જળસંગ્રહ અભિયાન સમિતિ દ્વારા જળસંગ્રહ અભિયાન નો સમસ્ત શહેરી જનો ની ઉપસ્થિતિ માં પ્રારંભ કરાયો દામનગર ના તમામ જળાશયો ઊંડા ઉતારવા સરકાર ની સહાય વગર સંપૂર્ણ લોકફાળા થી ચાલતા જળસંગ્રહ અભિયાન નો દાતા ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ના સહયોગ થી તા૨૮/૩ ના રોજ ભુરખિયા રોડ પર આવેલ ચેકડેમ થી પ્રારંભ કરાયો અને જે સી બી હીટાચી મશીનો ટેક્ટરો કતારો લાગી હતી માટી લઈ જવા ખેડૂતો એ લાઈનો લગાવી હતી
જળસંગ્રહ અભિયાન માં સુરત અને દામનગર ની યુવા ટીમ ના માર્ગદર્શન હેઠળ જળસંગ્રહ ચાર માસ સુધી શહેર ના વિવિધ જળાશયો માં જળસંગ્રહ અભિયાન ચાલનાર છે દામનગર શહેર તેમજ સુરત ને કર્મભૂમિ બનાવી ત્યાં વસતા દામનગર વાસી ઓ ના સયુંકત ઉપક્રમે યુવાની ટીમ દ્વારા જળસંગ્રહ અભિયાન નો આજે દામનગર શહેર માં વિવિધ જળાશયો ને ઊંડા ઉતારવા નો વિધિવત પ્રારંભ કરાયો હતો જેમાં શહેર માં અનેકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ખેડૂતો સહિત તમામ સમાજ ની ઉપસ્થિતિ માં શુભ પ્રારંભ થયો હતો